માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

પીપળો અને પતિ

with 3 comments

થોડા દિવસો પહેલા અમારી ઓફીસ ની સામે ચા ની કીટલી પર અમે નવરાશ ના સમયે ચા પીવા ગયા, તે ચા ની દુકાન(કીટલી) પાસે એક પીપળા નું વ્રૂક્ષ છે અને તેની પાસે મોટા મોટા પાઈપ મુકેલા છે. તો અમે ત્યાં બેસી ને ચા પીતા હતા ત્યારે એક ભાઈ ત્યાં આવ્યા અને પાઈપ પર જગ્યા ના હોવાથી તે પીપળા નો ટેકો લઇ ને ચા ની ચુસ્કીઓ લેવા લાગ્યા અને થોડા વધારે ફોર્મ માં આવ્યા અને તેમને પગ પીપળા પર રાખ્યો… અને બસ થઇ રહ્યું…..
કીટલીવાળા ના મીસીસ તાડૂક્યા: “અરે ભાઈ વોહ પીપલ કા પેડ હૈ લોગ યહા પે પૂજા કરતે હૈ, હમ ભી યહા પૂજા કરતે હૈ. શર્મ નહિ આ રહી?”
બિચારા પેલા ભાઈ ને જે ચા નો નશો ચડેલો તે ઉતારી ગયો. 😦
અને થોડી વાર પછી જ જોવા થઇ…..
કીટલીવાળા ભાઈ તે પીપળા ના વ્રૂક્ષ પાસે આવ્યા અને મળ્યા કોગળા કરવા તેમને ખાધેલા ૧૩૫ માવા નો વધેલો ઘટેલો કચરો તેમને કોગળા દ્વારા સીધો પીપળા ના મુળિયા માં પધરાવ્યો (પ્રસાદી ધરાવી હશે ;))
હવે પેલા ભાઈએ થોડો એમનો બળાપો અમારી સમક્ષ ઠાલવ્યો,
“ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે ને કે વ્રૂક્ષ માં હું પીપળો છું”, તો પીપળો ભગવાન થયો અને સાથે એમ પણ કેહવાય છે કે “પતિ એ જ પરમેશ્વર”. એટલે આ બેન તેમના પતિ ને કઈ ના કહી શક્યા.
અને પેલા ભાઈ ની તે વાત સાંભળી ને ચાવાળા ના મીસીસ તોળા લાલઘુમ થયા એટલે મને લાગ્યું કે ઘરે જઈ ને મી.ચાવાળા નો વારો જરૂર પડ્યો હશે.

-માધવ

Advertisements

Written by Harshad / Madhav

December 22, 2010 at 7:10 am

3 Responses

Subscribe to comments with RSS.

 1. સુરતના રોડ પર ઘણા પીપળાઓ ભટકાયા કરે છે.આસ્થાને કારણે કાપવામાં આવતા નથી..ઊધના મગદલ્લા રોડ પર ડિવાઈડર વચ્ચે જબરો પીપળો છે.એક વખત એમા ટ્રક ભટકાયો હતો.પીપળો એટલે પતિ..પીપળાને ફરતે દોરા વિટવાનું પણ આ કારણ હોવું જોઇએ.પતિને બાંધી રાખવાનો હેતુ. 🙂

  S.S Rathod

  December 22, 2010 at 9:28 am

  • “પીપળાને ફરતે દોરા વિટવાનું પણ આ કારણ હોવું જોઇએ.પતિને બાંધી રાખવાનો હેતુ. ”
   –આ સાચી વાત લાગે છે 😛

   આ રોડ પર ના પીપળા અને ધાર્મિક સ્થળો તો રાજકારણીઓ તેમની મત બેંક જતી ના રહે તેથી તોડતા નથી.

   Harshad / Madhav

   December 22, 2010 at 2:39 pm

 2. તમારી વાત સાચી છે પતિ આખું વર્ષ પોતાના બંધન માં રહે માટેજ દોરો બાંધે છે………મને પણ એવું જ લાગે છે

  તપન પટેલ

  December 22, 2010 at 3:19 pm

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: