Archive for જાન્યુઆરી 2011
Best Picture Contest. Winner gets a T Shirt (via Mayur’s blog)
મિત્રો મેં લીધેલો મારા ગામ નો એક ફોટો મારા બ્લોગરમિત્ર મયુરભાઈ ના બ્લોગ પર ટોપ-૫ ની યાદી માં આવ્યો છે અને ત્યાં વોટીંગ માટે પોલ પણ રાખવામાં આવેલ છે. તો આશા છે કે તમને એ પસંદ આવશે અને હા ત્યાં વોટ આપવાનું ભૂલાય નહિ. 😛
via Mayur's blog
ભોઠાં પડ્યા
આ વાત છે મારા એક સંબંધી ના મિત્ર ની…..
ઘણી વખત અપને જીવન માં અમુક વાતો માં જે મન માં આવે તે બોલી નાખીએ છીએ અને ક્યારેક અમુક પ્રસંગ એવા બની જાય છે કે એવું લાગે કે અપને ભોઠાં પડ્યા. તો આ કિસ્સા માં…
૨-૩ દિવસ પહેલા અમારે લગ્નપ્રસંગે સુરત ના વરાછા વિસ્તાર માં જવાનું થયું અને સુરત માં ૨૬ જાન્યુઆરીએ આપણામુખ્યમંત્રી મોદી (આ મંત્રીઓ જ ખરેખર વધારે મંત્રે છે) આવવાના હોવાથી ત્યાં એક પોપડા(સુરત માં ખાલી પડેલી જગ્યા ને પોપડા નાં નામ થી સંબોધવામાં આવે છે) માં તેમની સભા નું આયોજન કરવામાં આવેલ છે. અને તેના કારણે ત્યાં થોડા દિવસો થી પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત અને પરેડ ચાલી રહી છે.
આશરે સવારે ૮-૯ વાગ્યા નો સમય હતો અને સવારે ચા પીને બપોર ના જમણવાર ની તૈયારી માં હતો કે એક સંબંધી ના મિત્ર આવ્યા અને કહ્યું કે “હર્ષદ, રાહુલભાઈએ કીધું છે કે આપણે ATM માંથી રૂપિયા લેવા જવાનું છે. તો મારી સાથે ચાલો !!”
આમ તો હું તે ભાઈ ને એક-બે વાર મળેલો છું અને તે ઘણા રમુજી મિજાજ ના માણસ છે એટલે નીકળતા ની સાથે જ એમણે તેમના કારખાના ની વાતો શરુ કરી… વાતો કરતા કરતા SBI ના ATM માં હું અને તે ભાઈ બંને સાથે અંદર ગયા તો ત્યાં એક ભાઈ એકદમ હટ્ટા-કટ્ટા,ઊંચા અને સ્વેટર પહેરી ને ઉભા હતા એટલે અમે થોડી વાર સાઈડ માં ઉભા રહ્યા….
એટલા માં ત્યાં પોલીસ નો ડબ્બો સાયરન વગાડતા પસાર થયો અને અમારા મિત્ર થી ના રેહવાયું તેમણે તો પોતાની આગવી શૈલી માં અને કાઠીયાવાડી ભાષા માં પોલીસ ને બરાબર ની દેવા માંડી… પોલીસ આવા ને પોલીસ તેવા…પોલીસ સાવ હરામખોર હોય છે…અને વગેરે વગેરે એટલા માં પેલા ભાઈ જે રૂપિયા ઉપાડતા હતા તેમણે આ મિત્ર સામે ફરી ને ઉભા રહી ગયા થોડી વાર તો સમાજ ના પડી કે શું થયું પણ એકાદ મિનીટ થઇ હશે ને અમારા મિત્રે અચાનક જ પોલીસ ના વખાણ ચાલુ કાર્ય કે “પોલીસ નુ કામ એટલે કેવું પડે હજી મોદી ૨૬ તારીખે આવાનો છે ને અત્યાર થી તૈયારી શરુ છે ખુબ મહેનત કરે છે….” હજી તેમના વખાણ ચાલુ હતા ત્યારે પેલા ભાઈ તેમનું કામ પતાવી ને અમારા મિત્ર તરફ એક કાતર મારી ને બહાર નીકળી ગયા.
હવે અમારા મિત્ર ના ચેહરા પર કૈક નિરાંત થાય હોય તેમ લાગ્યું અને “હાશ !!” એવું કરી ને મારી પાસે આવ્યા અને કહે કે “આ ભાઈ જે બહાર ગયા તેના બુટ જોયા?… તેણે સ્વેટર પહેરું પણ તેણે ખાખી પેન્ટ અને બુટ પહેર્યા હતા… તે પોલીસ હતો !!” હવે મને સમજાણું કે આમારા મિત્રે તો પોલીસ ની સામે બાફેલું પણ થોડી સમયસર જાણ થતા વખાણ ચાલુ કર્યા હતા.
શું તમે ક્યારેય આમ સલવાય ગયેલા? જો હા તો તેમાંથી બહાર નીકળવા તમે શું કરેલું?
રોમાંચક મેચ:- ભારત-સાઉથ આફ્રિકા 2nd વન-ડે
હવે ક્રિકેટ વર્લ્ડકપ આડે થોડા જ દિવસો રહ્યા છે અને ભારત-આફ્રિકા ની આ સીરીઝ પણ ખરેખર ભારતીય ટીમ કેટલી પાણી માં છે તે માપવા માટે જરૂરી છે. (બાકી પાણીમાં બેસી જવા માટે તો ભારતીય ક્રિકેટ ટીમ માહિર છે’જ). એટલે તો વર્લ્ડકપ ની જાહેરાત માં પણ જયારે દરેક દેશ ના કેપ્ટન દોરી પર ચાલી રહ્યા હોય છે ત્યારે ભારત ના કેપ્તાન્વ ધોની ને નીચે પડી જતો બતાવે છે અને ફરી તે સાંભળી ને દોરી પર ચાલવાનું શરૂ કરે છે. 😛 (એજ રીતે ભારત ની ટીમ ક્યારે પત્તા ના મહેલ ની માફક પડી ભાંગે તે કહી ના શકાય). આ પોસ્ટ એ ભારત ની ગઈકાલ ની મેચ નું પોસ્ટમોર્ટમ છે.
બસ કૈક આવુજ ગઈકાલ ની મેચ માં હતું, પ્રથમ તો સેહવાગ અને ગંભીર વિના એકદમ જ ભંગાર અને સામેવાળી ટીમનો કોન્ફીડંસ એકદમ ઉપર આવી જાય તેવી ઓપનીંગ શરૂઆત. છેલ્લા ઘણા સમય થી મુરલી વિજય નો દેખાવ કઈ ખાસ રહ્યો નથી ત્યારે રોબીન ઉથ્થપા ને તો ૧૫ ખેલાડી માં પણ સ્થાન અપાતા નથી અને મનીષ પાંડે જેવા બેટ્સમેન ને પણ નજર-અંદાજ કરે છે.
સોત્સોબે,સ્ટેન અને મોર્કલ જેવા ઝડપી બોલરો સામે ભારતીય બેટ્સમેનો રીતસર સંઘર્ષ કરી રહ્યા હતા, આતો સારું થયું કે યુવરાજ અને ધોની એ ડૂબતી નાવડી ને થોડી ઘણી સાંભળી અને ૧૯૦ જેટલા સ્કોર પર પહોચાડ્યું.આમતો એટલા નાના સ્કોર ના કરને મેચ માંથી રસ તો ઉડી જ ગયો હતો છતાં પીચ નો બોલર ને સારો સપોર્ટ હોવાથી આશા હતી કે અપના ઝહિર,મુનાફ,નેહરા કૈક ઉકાળે તો સારું.
આફ્રિકા ની બેટિંગ ની શરૂ શરૂ માં મુનાફ પટેલે વન-ડે માં સૌથી વધારે એવરેજ ધરાવતા હાશિમ અમલા ને પેવેલિયન ભેગા કરતા થોડી ટક્કર આપીશું તેવા અણસાર આપ્યા. અને ત્યાર બાદ ઇન્ગ્રામ,ડી વિલીયર્સ,ડુમીની સમયાંતરે આઉટ થતા એવું લાગતું હતું કે હજી ભારત પાસે તક છે મેચ જીતવા માટે જયારે સામેની બાજુ સ્ફોટક સ્મિથ ને એક પાર્ટનર ની જરૂર હતી જે તેને મિલર દ્વારા મળતા હવે ચિંતાજનક સ્થિતિ ભારતીય ટીમ તરફ આવી. અને ફરી સ્મિથ,મિલર અને બોથા ટૂંકા ગાળા માં આઉટ થતા નાટકીય રીતે રમત માં ભારત નું પલ્લું ભારે થયું અને હવે જ ખરાખરી નો જંગ ચાલુ થવાનો હતો.
સમય હતો બોલર ની કસોટી નો કેમ’કે ભારત નાં પૂંછડીયા ૪ બેટ્સમેન તો હંમેશા ફટાફટ પાછા આવી જતા હોય છે તો આજે તેમને આફ્રિકા ના આ ૪ બેટ્સમેનો ને ૨૭ રન પહેલા આઉટ કરવાના હતા ઓવર ઘણી બાકી હોવાથી થોડું એવું લાગતું હતું કે જીત અઘરી છે અને તેમાં પણ અંડર-૧૯ ટીમ ના કેપ્ટન રહી ચુકેલા પાર્નેલ ની ધીમી અને સાવધાની પૂર્વક ની રમત ભારત ને ભારે પડી રહી હતી. અને આફ્રિકા નો હાથ મેચ માં ઉપર હતો પણ મુરલી-યુવરાજ ના એક ખુબ સરસ રન-આઉટ થી ભારતની ટીમ માં ફરી આશા નું કિરણ ઉગ્યું અને સાથે ઝહિર ની એકદમ ધારદાર બોલિંગથી રન અને બોલ વચ્ચે નો ફરક ઘટતો જતો હતો પણ ભારતીય ટીમ નું મુખ્ય ધ્યેય વિકેટ જ હતું. અને એકદમ હૃદય ના ધબકારા ચૂકવી દે તેવી પળો માં અંતિમ ઓવર મુનાફ પટેલ ના ભાગે આવી, સાચું કહું તો મને તો મુનાફ પર સહેજ પણ ભરોસો નહોતો કે તે કૈક કરી બતાવશે. પણ ૪૨ મી ઓવર માં મોર્કલ આઉટ થયો અને હવે પાર્નેલ સ્ટ્રાઈક પર હતો અને રન તો વળી ૧ જ બાકી હતો. મને થયું કે “ના કરે નારાયણ અને કરે સત્યનારાયણ” જો એક સારો બોલ મુનાફ ફેકી દે તો પછીની ઓવર માં ઝહિર પણ સોત્સોબે ને આઉટ કરી શકે. પણ સત્યનારાયણે થોડી વધારે કૃપા કરી અને મુનાફ ની ઓવર ના અંતિમ બોલ પર પર યુવરાજે એક જબરદસ્ત કહી શકાય તેવો કેચ પકડી ને જબરદસ્ત થી પણ જબરદસ્ત કહી શકાય તેવી રોમાંચક જીત અપાવી.(ઘણા સમય પછી યુવરાજે કોઈ સારો કેચ પકડ્યો).

મેન ઓફ ધ મેચ:- મુનાફ પટેલ. (ફોટો:-ક્રિકઇન્ફો)
આ સાથેજ હવે સીરીઝ ૧ -૧ થી લેવલ થઇ ગઈ છે. શું લાગે છે તમને આ વખતે વર્લ્ડકપ માટેની દાવેદાર ટીમ કઈ છે? તમારી ફેવરીટ ટીમ કઈ છે?
નોંધ:- ખરેખર હાર્ટ-એટેક ના દર્દીએ તો ભારત ની મેચ ના જોવી જોઈએ. 😉
ઉત્તરાયણ
કાલે રાત્રે હું અને સંદીપભાઈ ૩ વાગ્યા સુધી ટીવી જો’તા હતા છતાં આજે ઉતરાયણ હોવાથી સવાર માં વેળા ૭-૭.૩૦ વાગ્યે આંખ ખુલી ગઈ અને સીધો જ હું ધાબા પર ગયો અને શું જોયું….? અરે એકદમ ખાલી આકાશ 😦 એક પણ પતંગ નહિ, કોઈ ઉત્સાહ નહિ આજુબાજુ અને આખી સોસાયટીવાળા સુતા હોય એવું લાગતું હતું જાણે કે આ પર્વ નો કઈ ઉત્સાહ જ નથી. આમતો સુરત અને ભાવનગર માં તો આવા સમયે લોકો ધાબા પર ભેગા થઇ ને ધમાચકડી મચાવતા હોય છે.
૮-૯ વાગ્યે તૈયાર થઇ ને હવે બહાર જવાનું થયું અને સાથે સાથે જોયું કે હવે થોડી થોડી પતંગો આકાશ માં દેખાઈ રહી છે અને અત્યારે હાલ માં આ પોસ્ટ લખી રહ્યો છું…અને હવે લાગે છે કે ના માહોલ જામ્યો છે ભાઈ.
ગયા વર્ષ ની ઉતરાયણ ની થોડી ઝલક તસ્વીર દ્વારા.

સ્નેહ

ધાબા ની સાફસફાઈ માટે કાર્યરત ધાર્મિ

કિન્ના બાંધીને પેચ કરવા તૈયાર "હેત"

Amrita Rao 😉
અપડેટ્સ:-અત્યારે હવે થોડા વધારે પતંગ ની જરૂર હોવાથી “પાઈરેટ્સ ઓફ ધ કાઈટ્સ” (લુટારા) ની શોધ માં નીકળ્યા છીએ. (આ ઓ.પી રોડ પર બોઉં ઓછા જોવા મળે છે.) અને ઉતરાયણ માં સાંભળો એ.આર.રેહમાન નું આ ગીત જીયા સે જીયા….”ઉડે ઉડે રે પતંગ બીના ડોર કે….”
પક્ષી કે પચ્ચીસ
ગયા રવિવારે સુરત ગયો હતો તો ત્યાં એક મિત્ર ને મળવાનું થયું….તે મિત્ર એટલે પતંગ નો દીવાનો. થોડી આમતેમ વાત થઇ પછી મેં પૂછી જ લીધું કે ભાઈ આ વખતે શું પોગ્રામ છે પતંગ નો અને કઈ દોરી ઘસાવાની છે.
અને તેમનો જવાબ ખરેખર આધાતજનક હતો. “આ વખતે કઈ ખાસ પોગ્રામ નથી કદાચ પતંગ ના પણ ઉડાડીએ….આમ પણ પક્ષીઓને કેટલું નુકસાન થાય છે…” સાલ્લુ મને થયું કે જે માનસ ગમે તેટલું સમજાવવા છતાં ૩-૪ દિવસ સુધી નીચે ન’હોતા ઉતરતા અને ગમે તેમ સમજાવવા છતાં ચાઇનીઝ દોરી જ વાપરતા તેમના માં આટલું મોટું પરિવર્તન?
અને થોડી વાર પછી આખરે સત્ય બહાર આવ્યું…તેણે કીધું કે “યાર આ વખતે તો સસ્તા માં સસ્તો પંજો (કોંગ્રેસવાળો નહિ પતંગ નો) પણ પચ્ચીસ રૂપિયા થી ચાલુ થાય છે અને આપણે તો થોડા પતંગ થી ચાલતું નથી અને હમણાથી તો કારખાને જવાનું પણ બંધ કરી ને કૈક દોરા(એમ્બ્રોડરી) નો ધંધો ચાલુ કર્યો છે પણ હજી સેટ નથી થયા તો આ વખતે પતંગ નો પોગ્રામ કેન્સલ…”
ચાલો એક વાત તો સારી બની કે પક્ષી ને બચાવવા માટે ની અપીલ તેમને અસર નહોતી કરતી પણ આ “પચ્ચીસ” નો આંકડો અસર કરી ગયો. 😛
IPL-ઓક્શન- રાઉન્ડ-૧
મિત્રો આજે IPL માટે ના ખેલાડીઓ ની હરાજી માં પેલો રાઉન્ડ પૂરો થયો. ઘણા જાણીતા ખેલાડી ની અદલ-બદલ અને ઉથલ-પાથલ થઇ.
બેગ્લોર રોયલ ચેલેન્જર
વિરાટ કોહલી,પુજારા,નેનીસ,ઝહિર ખાન,સૌરભ તિવારી,વેટ્ટોરી, ડી વિલીયર્સ,દિલશાન.
ચેન્નાઈ સુપર કિંગ્સ
ધોની,રૈના,મુરલી વિજય,અલ્બી મોર્કલ,માઈકલ હસ્સી,બોલીન્જર,સહા,અશ્વિન,બદ્રીનાથ,બ્રાવો
ડેક્કન ચાર્જર
કેમરૂન વ્હાઈટ,કેવિન પીટરસન,શિખર ધાવણ, ઇશાંત શર્મા,પ્રજ્ઞાન ઓઝા,અમિત મિશ્રા,ડુમીની,સ્ટેયન,સાંગાકારા
દેલ્હી ડેરડેવિલ્સ
સેહવાગ,હોપ્સ,વોર્નર ,ફિન્ચ.ઈરફાન પઠન,નમન ઓઝા,મોર્ને મોર્કલ.
કિંગ્સ ઈલેવન પંજાબ
ગીલક્રીસ્ટ,શોન માર્શ,ડેવિડ હસ્સી,હેરીસ,બ્રોડ,દિનેશ કાર્તિક,નાયર,પ્રવીણ કુમાર પીયુષ ચાવલા.
કોચી
સ્ટીવન સ્મિથ,હોજ,લક્ષ્મણ, રુદ્ર પ્રતાપ સિંહ,શ્રીસંથ,જાડેજા, પાર્થિવ પટેલ, રમેશ પવાર, મેક્કલુમ,જયવર્ધને,મુરલીધરન
કલકત્તા નાઈટ રાઈડર
હેડીન,લી,સાકીબ-અલ-હસન,મોર્ગન, યુસુફ પઠન, ગૌતમ ગંભીર, મનોજ તિવારી, કાલીસ.
મુંબઈ ઇન્ડિયન
તેંદુલકર,હરભજન,પોલાર્ડ,મલીંગા,સાયમંડ,રોહિત શર્મા,ફ્રેન્કલીન,જોહન જેકોબ્સ.
પુણે સહારા વોરીયર્સ
પેની,ફર્ગ્યુસન,યુવરાજ,ઉથપ્પા, નેહરા, નાથન મેક્કલુમ, ગ્રીમ સ્મિથ,મેથ્યુસ.
રાજસ્થાન રોયલ
વોર્ન,વોટસન,કોલિંગવૂડ,દ્રવિડ,ટેયલર,બોથા.
હવે કઈ ટીમ કાગળ પર મજબુત લાગે છે? હજી બીજો રાઉન્ડ ૯મી ના રોજ છે.
લાડું
- લાડું
લાડું કે લાડવા જે કહો તે…પણ મને તો ગણપતિ બાપ્પા ની જેમ લાડું બોઉં જ પ્રિય. આ લાડવા જોઈ ને તમને પણ મોઢા માં પાણી આવી ગયું? અરેરે ભાઈ જરા ઉભા રહો આ તો ચંદન માં જમવા
ગયેલા ત્યાનો ફોટો છે લાડવા જોઈ ને એમ થઇ જાય છે લા’ય ને ૩-૪ ખાય જાવ. ત્યાજ બોર્ડ પર ધ્યાન ગયું કે લાડું ની કિંમત માં વધારો થઇ ગયો.
૧ લાડું ના ૧૦ રૂપિયા.
હવે ઘરે જાઉં ત્યારે મમ્મી પાસે લાડું ની એક અરજી મુકવી પડશે.