માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

૨૦૧૦ અને ૨૦૧૧

with 3 comments

થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર ૨૦૧૦ એટલે પાર્ટી, જલસો , ડાન્સ,અને મજા કરવાનો દિવસ કેમકે હવે ૨૦૧૦ તો પૂરું થયું અને ૨૦૧૧ ના સ્વાગત માટે નાચ-ગાન નું આયોજન કરવા માં આવે.
આમ તો મારા માટે કઈ ખાસ સેલીબ્રેશન જેવું હતું નહિ. રાત્રે ૧૧.૩૦ આજુબાજુ રૂમ પર પહોચ્યા ત્યાર બાદ કોઈ ફિલ્મ જોવાનું નક્કી કર્યું અને તે પણ અમારા રૂમ પર આવેલા “સિનેમા હોલ” માં જ. 😀
થોડી વાર પછી મેં અને સંદીપભાઈ“ચેસ” રમવાનું ચાલુ કર્યું. આમ તો હું ચેસ રમતો જ નથી છતાં ૨૦૧૦ માં પેલી અને છેલ્લી વાર રમ્યા, સંદીપભાઈ ને ભૂખ લાગી હોવાથી તેઓ જલ્દી જામી લેવા માટે કેહતા હતા અને ગેમ પૂરી નહોતી થઇ તો પછી થોડી વાર માં ગેમ નું પરિણામ આવી ગયું અને હું પેલી વાર જીત્યો. આ ૫૦ પૈસા નો સિક્કો “પ્યાદું” છે. 😛
તા.ક.:- સંદીપભાઈ ને જલ્દી જમવું હોવાથી આ જીત મને મળી હોય તેવું લાગ્યું કેમકે આજે બપોરે જ હું ૨૦ મિનીટ માં હારી ગયો. 🙂

૨૦૧૦ ની પેલી અને છેલ્લી ચેસ રમત. ! 🙂

ત્યાર બાદ અમે ૨૦૧૦ નું અંતિમ ભોજન લીધું “ધ લાસ્ટ સપર” મેનુ તમે ફોટો માં જોઈ શકો છો.

ધ લાસ્ટ સપર

થોડી યાદગીરી માટે ૨૦૧૧ ની સાલ નો પ્રથમ ફોટો મારા મોબાઈલ (નોકિયા ૬૩૦૩) દ્વારા.

Sunny Khatri,Sunny

સન્ની ખત્રી

અને ૧૨ વાગતા ની સાથે જ ફટાકડાઓ અને ડીજે ના ઘોંઘાટ સાથે લોકો એ ૨૦૧૧ ની ઉજવણી ચાલુ કરી અને અમે અમારું મીની થીએટર.. ફિલ્મ હતી “ધ એક્ષ્પેન્ડેબલ”

મીની થીએટર
. 😛

 

The Expendables

“ધ એક્ષ્પેન્ડેબલ” એટલે સિલ્વેસ્ટર સ્ટેલોન, જેસન સ્ટેથમ, જેટ લી,એરિક રોબર્ટ્સ, સ્ટીવ ઓસ્ટીન જેવા બોડી બિલ્ડર અને પહેલવાન નું સંયુક્ત ફિલ્મ. અને અધૂરા માં પૂરું બ્રુસ વીલીસ અને આર્નોલ્ડ નો નાનો ભાગ આ ફિલ્મ ને જોવાલાયક બનાવે છે.
“ધ એક્ષ્પેન્ડેબલ” એ એક ગ્રુપ છે જેનો નેતા સિલ્વેસ્ટર સ્ટેલોન હોય છે. આ ફિલ્મ એક પુરેપુરી એક્શન ફિલ્મ છે અને મારધાડ થી ભરપુર છે. ફિલ્મ માં દ્રશ્યો અને વાર્તા પણ પસંદ પડે તેવી છે. ઉપર બતાવેલા નામ પર ના હીરો ની જો કોઈ પણ ફિલ્મ આવે તો તે હીટ હોય છે જયારે અહી તો બધા એક સાથે જોવા નો લ્હાવો મળે છે અને તેના કારણે લોકોએ રાખેલી વધારે આશા પર આ ફિલ્મ થોડી ઉણી ઉતરે છે. જેસન સ્ટેથમ ના સ્ટંટ અને ચપ્પુ ફેકવાની કળા ખુબ મનોરંજન પૂરું પાડે છે.
ટૂંક માં કહું તો જો તમને એક્શન,મારધાડ,રેમ્બો,ગન, બોમ્બ, આર્મી વગેરે પસંદ છે તો તમને આ ફિલ્મ જરૂર પસંદ આવશે.

Advertisements

3 Responses

Subscribe to comments with RSS.

 1. menu saru hatu mane pan kete hu pan aavte 2010 ni last night celebrate karva.ane 2011 ne vadhavva

  vanita

  January 3, 2011 at 5:52 pm

  • તમને મેનુ સારું લાગ્યું? અમે તો પરાણે ખાધેલું. અને વધારે હતું પણ નહિ અમારે માંડ થઇ રહ્યું તેથી તમને નહોતા બોલાવ્યા. 🙂

   Harshad / Madhav

   January 3, 2011 at 6:17 pm

 2. thik 6e pan mane shu khabar ke kharab ha6e jova ma to saru lagyu hatu..saru thayu ame bachi gaya..

  vanita

  January 5, 2011 at 6:40 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: