માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

રવિવાર,ક્રિકેટ અને ટ્રાફિક પોલીસ

with 6 comments

આમતો હું દર રવિવારે સુરત જતો હોઉં છું પણ આજે રોકાઈ ગયો છું..અને આજે રવિવાર હોવાથી થોડા મોડા મોડા ઉઠ્યા બધા અને પછી ક્રિકેટ રમવા જવાનું નક્કી કર્યું. પહેલા તો “અકોટા સ્ટેડીઅમ” માં રમવા જતા પણ ત્યાં કઈ ને કઈ ફંક્શન હોવાથી અડધી રમતે પાછું જવું પડતું હતું તો હવે નવું સ્થળ “વેક્સીન ગ્રાઉન્ડ”,ઓલ્ડ પાદરા રોડ નક્કી કર્યું.

વેક્સીન ગ્રાઉન્ડ,વડોદરા

સવારે ૮ વાગ્યે તૈયાર થઇ ને બધા મિત્રો ને ફોન કરી ને રમવા માટે બોલાવ્યા અને આજે થોડું મોડું થઇ ગયું હોવાથી લાગતું હતું કે વધારે ખેલાડીઓ નહિ થાય. અને સાચે જ એવું થયું મેદાન પર ગયા તો ગણી ને ૭ જણા હતા રમવા માટે.
પછી ટીમ ના બદલે નંબર પાડી ને રમ્યા….નંબર પાડી ને રમવાની બોઉં મજા ના આવે😦 એમાં લોકો આરામ થી ફિલ્ડીંગ કરે અને ખાસ તો કઈ સ્પીરીટ જોવા ના મળે, એવું લાગે જાણે રમવા ખાતર રમી રહ્યા છીએ પણ શું કરીએ હવે મોટા ઉપાડે રમવા આવી ગયા તો થોડું રમી લઈએ. અને ૧૧ વાગ્યા સુધી રમ્યા થોડી વાર ત્યાં એક મેચ રમતી હતી તેને જોઈ અને પછી બેક ટુ રૂમ જવા નીકળી પડ્યા.
પાછા જતા હતા ત્યાજ દિવાળીપુરા પોલીસ ચોકી પાસે મામાઓ(“ટ્રાફિક પોલીસ” ઘણા લોકો તેને ઠોલાઓ ના નામથી પણ સંબોધે છે.) નું એક ટોળું શિકાર ની શોધ માં ઉભું હતું.  લાગ્યું કે આજે વારો છે કેમ કે સાથે લાયસન્સ નહોતું અને લાયસન્સ તો ઠીક રૂપિયા પણ નહોતા પણ સાદ નસીબે અને બીજા એક “હોન્ડા” વાળા ના બદનસીબે અમે બચી ગયા અને આખું ટોળું તે હોન્ડાવાળા ભાઈ ની પાછળ લાગી ગયા.

અને ત્યાર બાદ તો સવાર સવાર માં બાઈક-બેટ-બોલ- લઇઅને ટી-શર્ટ-ટ્રેક પહેરી પહેરી નીકળેલા કેટલાય સચિન-સેહવાગ-ઝહિર-હરભજન પકડાઈ ગયા હતા આ મામાઓ ના હાથે. કેટલાક ની જીત ની ખુશી રૂપિયા દ્વારા જતી રહી તો કેટલાક નું હર નું દુખ બમણું થઇ ગયું.😀

રૂમે પહોચ્યા બાદ રમત નું થોડું પોસ્ટમોર્ટમ કર્યું અને પછી થોડા નાના-મોટા કામ પતાવી અને સીધા પહોચી ગયા “ડીશ ટીવી” ના રીચાર્જ માટે (એક અઠવાડિયા થી બંધ હતું).

  • રવિવારે પણ પ્રોજેક્ટ માટે કસ્ટમર ના ૫-૬ ફોન આવી ગયા.
  • આજનો દિવસ ભારત-આફ્રિકા ની ટેસ્ટ જોવામાં વીતશે. શું લાગે છે કોણ જીતશે? આ પોસ્ટ લખું છું ત્યારે સ્મિથ તો આઉટ અને વરસાદ ઇન થયો છે..
  • બીગ-બોસ્સ માંથી કોણ આઉટ થયું છે તે પણ જોવું રહ્યું. :mrgreen:

અને અંત માં કેવો રહ્યો તમારો રવિવાર?

6 Responses

Subscribe to comments with RSS.

  1. અમે ફૂટબોલ રમવા ઓલપાડના દિહેણ ગામમાં જઈએ.એટલે ઠોલજી ક્યાંરેય વચ્ચે આવતા નથી.પણ અમારી પાસે લાયસન્સ,પી.યુ.સી અને હેલમેટ ત્રણેય હોય જ છે.

    S.S Rathod

    January 3, 2011 at 9:53 am

  2. અમારે તો પહેલા નંબર પાડીને જ રમવું પડતું…કેમ કે ટીમ પડાય એટલા લોકો થતા જ નહિં…😉

  3. ક્રિકેટની વાતો કરીને જીવ ન બાળો ભાઈલાઓ.
    કાં તો વાતો બંધ કરો કાં તો મને રમવા લઈ જાવ.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: