માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

પક્ષી કે પચ્ચીસ

with 10 comments

ગયા રવિવારે સુરત ગયો હતો તો ત્યાં એક મિત્ર ને મળવાનું થયું….તે મિત્ર એટલે પતંગ નો દીવાનો. થોડી આમતેમ વાત થઇ પછી મેં પૂછી જ લીધું કે ભાઈ આ વખતે શું પોગ્રામ છે પતંગ નો અને કઈ દોરી ઘસાવાની છે.
અને તેમનો જવાબ ખરેખર આધાતજનક હતો. “આ વખતે કઈ ખાસ પોગ્રામ નથી કદાચ પતંગ ના પણ ઉડાડીએ….આમ પણ પક્ષીઓને કેટલું નુકસાન થાય છે…” સાલ્લુ મને થયું કે જે માનસ ગમે તેટલું સમજાવવા છતાં ૩-૪ દિવસ સુધી નીચે ન’હોતા ઉતરતા અને ગમે તેમ સમજાવવા છતાં ચાઇનીઝ દોરી જ વાપરતા તેમના માં આટલું મોટું પરિવર્તન?
અને થોડી વાર પછી આખરે સત્ય બહાર આવ્યું…તેણે કીધું કે “યાર આ વખતે તો સસ્તા માં સસ્તો પંજો (કોંગ્રેસવાળો નહિ પતંગ નો) પણ પચ્ચીસ રૂપિયા થી ચાલુ થાય છે અને આપણે તો થોડા પતંગ થી ચાલતું નથી અને હમણાથી તો કારખાને જવાનું પણ બંધ કરી ને કૈક દોરા(એમ્બ્રોડરી) નો ધંધો ચાલુ કર્યો છે પણ હજી સેટ નથી થયા તો આ વખતે પતંગ નો પોગ્રામ કેન્સલ…”
ચાલો એક વાત તો સારી બની કે પક્ષી ને બચાવવા માટે ની અપીલ તેમને અસર નહોતી કરતી પણ આ “પચ્ચીસ” નો આંકડો અસર કરી ગયો. 😛

Advertisements

10 Responses

Subscribe to comments with RSS.

 1. એક વાત તો છે માધવભાઈ.
  પક્ષીઓને નુક્સાન થાય એ ન તો ગમે. પણ સાલું પતંગ ઉડાવવાનું મન તો ખૂબ થાય જ. જો કે હું અંગત લાગણીના કારણોસર ઘણા વખતથી પતંગ નથી ઉડાવતો પણ તોયે મિત્રોના ધાબા પર આંટો મારવાનું તો મન થાય જ છે.

 2. હ્મ્મ્મ્મ્મ્મ્મ્મ્મ્મ
  ચલો પક્ષીઓને એક રાક્ષસથી (પક્ષીઓ તો આપણને મનમાં રાક્ષસ જ કહેતા હશે ને ઉત્તરાયણ સમયે 🙂 ) તો છુટકારો મળ્યો.! 🙂

  • હા સોહમભાઈ,
   આમ પણ તે મિત્ર નું શરીર રાક્ષસ જેવું જ છે. 😉

   Harshad / Madhav

   January 11, 2011 at 2:23 pm

   • તે મિત્રનું શરીર જો રાક્ષસ જેવું હોય ને એ આ વાંચે તો થોડા જોખમ જેવું ખરું કે નહિ? 😉

   • ના જરાય નહિ કેમકે મને વિશ્વાસ છે કે તે કદી બ્લોગ ની તો શું ઈન્ટરનેટ ની મુલાકાત નહિ લે.

    Harshad / Madhav

    January 11, 2011 at 3:21 pm

   • ઓ જયભાઇ,
    તમે તો તમારા બ્લોગમાં તમારો મોબાઇલ નંબર કે બીજું કાંઇ નથી લખ્યું.પણ મે તો મોબાઇલ નંબર અને બધી માહિતિ લખી જ છે.એટલે જો પેલા ભાઇ (રાક્ષસ 😛 ) ભુલથી પણ આ બ્લોગ વાંચશે તો મારું તો આવી જ બન્યું.! પછી માધવભાઇએ કાંઇક કરવું પડશે… 🙂

  • સોહમભાઈ,
   ફિકર નોટ તે મિત્ર ને કોમ્પ્યુટર થી નફરત છે એટલે બ્લોગ જોવાનો સવાલ જ ઉભો નહિ થાય. સિવાય કે હું તેમને બતાવું. :mrgreen:

   Harshad / Madhav

   January 12, 2011 at 8:11 am

 3. wow gr8!!!pakshio ne bachavvanu mahan kam karyu 6e!!!!!

  vanita

  January 15, 2011 at 5:46 pm

  • કર્યું નથી પણ મોંઘવારીએ કરાવ્યું છે.

   Harshad / Madhav

   January 15, 2011 at 8:20 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: