માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

રોમાંચક મેચ:- ભારત-સાઉથ આફ્રિકા 2nd વન-ડે

with 10 comments

હવે ક્રિકેટ વર્લ્ડકપ આડે થોડા જ દિવસો રહ્યા છે અને ભારત-આફ્રિકા ની આ સીરીઝ પણ ખરેખર ભારતીય ટીમ કેટલી પાણી માં છે તે માપવા માટે જરૂરી છે. (બાકી પાણીમાં  બેસી જવા માટે તો ભારતીય ક્રિકેટ ટીમ માહિર છે’જ). એટલે તો વર્લ્ડકપ ની જાહેરાત માં પણ જયારે દરેક દેશ ના કેપ્ટન દોરી પર ચાલી રહ્યા હોય છે ત્યારે ભારત ના કેપ્તાન્વ ધોની ને નીચે પડી જતો બતાવે છે અને ફરી તે સાંભળી ને દોરી પર ચાલવાનું  શરૂ કરે છે. 😛 (એજ રીતે ભારત ની ટીમ ક્યારે પત્તા ના મહેલ ની માફક પડી ભાંગે તે કહી ના શકાય). આ પોસ્ટ એ ભારત ની ગઈકાલ ની મેચ નું પોસ્ટમોર્ટમ છે.

બસ કૈક આવુજ ગઈકાલ ની મેચ માં હતું, પ્રથમ તો સેહવાગ અને ગંભીર વિના એકદમ જ ભંગાર અને સામેવાળી ટીમનો કોન્ફીડંસ એકદમ ઉપર આવી જાય તેવી ઓપનીંગ શરૂઆત. છેલ્લા ઘણા સમય થી મુરલી વિજય નો દેખાવ કઈ ખાસ રહ્યો નથી ત્યારે રોબીન ઉથ્થપા ને તો ૧૫ ખેલાડી માં પણ સ્થાન અપાતા નથી અને મનીષ પાંડે જેવા બેટ્સમેન ને પણ નજર-અંદાજ કરે છે.

સોત્સોબે,સ્ટેન અને મોર્કલ જેવા ઝડપી બોલરો સામે ભારતીય બેટ્સમેનો રીતસર સંઘર્ષ કરી રહ્યા હતા, આતો સારું થયું કે યુવરાજ અને ધોની એ ડૂબતી નાવડી ને થોડી ઘણી સાંભળી અને ૧૯૦ જેટલા સ્કોર પર પહોચાડ્યું.આમતો એટલા નાના સ્કોર ના કરને મેચ માંથી રસ તો ઉડી જ ગયો હતો છતાં પીચ નો બોલર ને સારો સપોર્ટ હોવાથી આશા હતી કે અપના ઝહિર,મુનાફ,નેહરા કૈક ઉકાળે તો સારું.

આફ્રિકા ની બેટિંગ ની શરૂ શરૂ માં મુનાફ પટેલે વન-ડે માં સૌથી વધારે એવરેજ ધરાવતા હાશિમ અમલા ને પેવેલિયન ભેગા કરતા થોડી ટક્કર આપીશું તેવા અણસાર આપ્યા. અને ત્યાર બાદ ઇન્ગ્રામ,ડી વિલીયર્સ,ડુમીની સમયાંતરે આઉટ થતા એવું લાગતું હતું કે હજી ભારત પાસે તક છે મેચ જીતવા માટે જયારે સામેની બાજુ સ્ફોટક સ્મિથ ને એક પાર્ટનર ની જરૂર હતી જે તેને મિલર દ્વારા મળતા હવે ચિંતાજનક સ્થિતિ ભારતીય ટીમ તરફ આવી. અને ફરી સ્મિથ,મિલર અને બોથા ટૂંકા ગાળા માં આઉટ થતા નાટકીય રીતે રમત માં ભારત નું પલ્લું ભારે થયું અને હવે જ ખરાખરી નો જંગ ચાલુ થવાનો હતો.

સમય હતો બોલર ની કસોટી નો કેમ’કે ભારત નાં પૂંછડીયા ૪ બેટ્સમેન તો હંમેશા ફટાફટ પાછા આવી જતા હોય છે તો આજે તેમને આફ્રિકા ના આ ૪ બેટ્સમેનો ને ૨૭ રન પહેલા આઉટ કરવાના હતા ઓવર ઘણી બાકી હોવાથી થોડું એવું લાગતું હતું કે જીત અઘરી છે અને તેમાં પણ અંડર-૧૯ ટીમ ના કેપ્ટન રહી ચુકેલા પાર્નેલ ની ધીમી અને સાવધાની પૂર્વક ની રમત ભારત ને ભારે પડી રહી હતી. અને આફ્રિકા નો હાથ મેચ માં ઉપર હતો પણ મુરલી-યુવરાજ ના એક ખુબ સરસ રન-આઉટ થી ભારતની ટીમ માં ફરી આશા નું કિરણ ઉગ્યું અને સાથે ઝહિર ની એકદમ ધારદાર બોલિંગથી રન અને બોલ વચ્ચે નો ફરક ઘટતો જતો હતો પણ ભારતીય ટીમ નું મુખ્ય ધ્યેય વિકેટ જ હતું. અને એકદમ હૃદય ના ધબકારા ચૂકવી દે તેવી પળો માં અંતિમ ઓવર મુનાફ પટેલ ના ભાગે આવી, સાચું કહું તો મને તો મુનાફ પર સહેજ પણ ભરોસો નહોતો કે તે કૈક કરી બતાવશે. પણ ૪૨ મી ઓવર માં મોર્કલ આઉટ થયો અને હવે પાર્નેલ સ્ટ્રાઈક પર હતો અને રન તો વળી ૧ જ બાકી હતો. મને થયું કે “ના કરે નારાયણ અને કરે સત્યનારાયણ” જો એક સારો બોલ મુનાફ ફેકી દે તો પછીની ઓવર માં ઝહિર પણ સોત્સોબે ને આઉટ કરી શકે. પણ સત્યનારાયણે થોડી વધારે કૃપા કરી અને મુનાફ ની ઓવર ના અંતિમ બોલ પર પર યુવરાજે એક જબરદસ્ત કહી શકાય તેવો કેચ પકડી ને જબરદસ્ત થી પણ જબરદસ્ત કહી શકાય તેવી રોમાંચક જીત અપાવી.(ઘણા સમય પછી યુવરાજે કોઈ સારો કેચ પકડ્યો).

 

મેન ઓફ ધ મેચ:- મુનાફ પટેલ. (ફોટો:-ક્રિકઇન્ફો)

આ સાથેજ હવે સીરીઝ ૧ -૧ થી લેવલ થઇ ગઈ છે. શું લાગે છે તમને  આ વખતે વર્લ્ડકપ માટેની દાવેદાર ટીમ કઈ છે? તમારી ફેવરીટ ટીમ કઈ છે?
નોંધ:- ખરેખર હાર્ટ-એટેક ના દર્દીએ તો ભારત ની મેચ ના જોવી જોઈએ. 😉

Advertisements

10 Responses

Subscribe to comments with RSS.

 1. ha barabar 6e kal ni match ma to bharat ni de dana dan thay gayu hatu..thodi var to evu thayu ke aa lokone pakdi pakdi ne marva joyie ka to aa loko ne match ramava j nahi devi joie…
  to pan e loko e jit hasil karine INDIA nu naam roshan karyu hatu..

  vanita

  જાન્યુઆરી 16, 2011 at 4:28 પી એમ(pm)

  • પકડી પકડી ને મારશો તો પછી રમશે કોણ?
   તમને પણ ક્રિકેટ માં રસ છે તે જાણી ને આનંદ થયો.

   Harshad / Madhav

   જાન્યુઆરી 17, 2011 at 2:13 પી એમ(pm)

 2. સરસ લેખ છે, ભારત જીતી ગયુ એ માટે અભિનંદન.
  મે એક વાત નોંધી છે તે એ છે કે માનો યા ના માનો વિરાટ કોહલી, સુરેશ રૈના, ધોની અને યુવરાજની ચાંડાળ ચોકડી મળીને રોહિત શર્મા અને ય્રુસુફ પઠાણ નુ કાળસ કાઢવા ચાહે છે, જેવી રીતે રોબીન ઉથપ્પાને ફેંકી દેવાયો એવી રીતે ભવિષ્યમાં રોહિત શર્મા અને પુજારાને પણ હટાવી દેવાશે.ઝીણવટ પુર્વક જોશો તો ચોક્કસ દેખાશે કે ભુતકાળમાં પણ યુવરાજે રોહિત શર્માને રન આઉટ કરાવવાના પેંતરાઓ રચી ચુક્યો છે અને રોહિત શર્મા એમા બે-ત્રણ વખત આઉટ પણ થયો હતો. ધોની યુવરાજ અને સુરેશ રૈના ને ચાહે છે, વિરાટ કોહલી દિલ્હીનો હોવાથી સહેવાગ અને ગૌતમ ગંભીર પણ વિરાટને જ ચાહે છે એટલે તેંડુલકર ને બાદ કરીએ તો રોહિત શર્માને કોઈનો સહારો નથી. એના માટે લોકોનુ ધ્યાન દોરાવુ જોઈએ એવુ મારુ માનવુ છે…….

  rajeshpadaya

  જાન્યુઆરી 16, 2011 at 5:07 પી એમ(pm)

  • રાજેશભાઈ મારા બ્લોગ પર તમારું સ્વાગત છે.
   જે રીતે તમે કહો છો તો જે સાચું હશે તો ભારત મતે ભવિષ્ય થોડું ધૂંધળું થઇ જશે. અને તમારી આ રન-આઉટ વાળી વાત માં થોડું તથ્ય પણ લાગે છે એટલે જો આવું ચાલતું રેહશે તો તો….સચિન ભરોસે થઇ જશે ભારતીય ક્રિકેટ.

   Harshad / Madhav

   જાન્યુઆરી 17, 2011 at 2:17 પી એમ(pm)

 3. Superb પોસ્ટમોર્ટમ!!! 🙂

  As all other Indians, I also think that INDIA would win World-Cup… 🙂

  હિરેન બારભાયા

  જાન્યુઆરી 17, 2011 at 3:32 એ એમ (am)

 4. શ્રી માધવભાઈ,

  લેખન સાથે ડોકટરી શરુ કરી કે પોસ્ટ માર્ટમ શરુ કર્યું છે.

  બસ લખો અને અમને વહેચો. ફોન નંબર લખશો

  હું ફોન કરીશ.

  પરાર્થે સમર્પણ

  જાન્યુઆરી 17, 2011 at 3:33 એ એમ (am)

  • આદરણીય ગોવિંદકાકા,
   આ ડોકટરી તો થોડી ઘણી કાઠીયાવાડ માં પાન ના ગલ્લે થી પણ શીખવા મળી ગઈ હતી. 🙂 મારો કોન્ટેક્ટ નંબર તમને ઈ-મેઈલ થી મોકલાવ્યો છે.

   Harshad / Madhav

   જાન્યુઆરી 17, 2011 at 2:22 પી એમ(pm)

 5. …અરે મેં તો ૧૦ ઓવર પછી મેચ જોવાનું જ બંધ કર્યું હતુ, સવારે સમાચારમાં જોયું ત્યારે ખબર પડી કે આપણે જીતી ગયા અને હા બે ત્રણ ન્યુઝ ચેનલ ઉપર આ ખબર જોઈ પછી સાચું લાગ્યું…

  વિવેક દોશી

  જાન્યુઆરી 17, 2011 at 12:19 પી એમ(pm)

  • ખરેખર ઘણી ભારત ની મેચો એવી હોય છે તેમાં અડધા ઉપર ના ક્રિકેટ રસિક મિત્રો સુઈ જાય પછી જ ભારત જીતે….અને તમે કીધું તેમ જલ્દી માનવા માં પણ ના આવે.

   Harshad / Madhav

   જાન્યુઆરી 17, 2011 at 2:24 પી એમ(pm)


Harshad / Madhav ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: