માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

ભોઠાં પડ્યા

with 5 comments

આ વાત છે મારા એક સંબંધી ના મિત્ર ની…..
ઘણી વખત અપને જીવન માં અમુક વાતો માં જે મન માં આવે તે બોલી નાખીએ છીએ અને ક્યારેક અમુક પ્રસંગ એવા બની જાય છે કે એવું લાગે કે અપને ભોઠાં પડ્યા. તો આ કિસ્સા માં…

૨-૩ દિવસ પહેલા અમારે લગ્નપ્રસંગે સુરત ના વરાછા વિસ્તાર માં જવાનું થયું અને સુરત માં ૨૬ જાન્યુઆરીએ આપણામુખ્યમંત્રી મોદી (આ મંત્રીઓ જ ખરેખર વધારે મંત્રે છે) આવવાના હોવાથી ત્યાં એક પોપડા(સુરત માં ખાલી પડેલી જગ્યા ને પોપડા નાં નામ થી સંબોધવામાં આવે છે) માં તેમની સભા નું આયોજન કરવામાં આવેલ છે. અને તેના કારણે ત્યાં થોડા દિવસો થી પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત અને પરેડ ચાલી રહી છે.

આશરે સવારે  ૮-૯  વાગ્યા નો સમય હતો અને સવારે ચા પીને બપોર ના જમણવાર ની  તૈયારી માં હતો કે એક સંબંધી ના મિત્ર આવ્યા અને કહ્યું કે “હર્ષદ, રાહુલભાઈએ કીધું છે કે આપણે ATM માંથી રૂપિયા લેવા જવાનું છે. તો મારી સાથે ચાલો !!”

આમ તો  હું તે ભાઈ ને એક-બે વાર મળેલો છું અને તે ઘણા રમુજી મિજાજ ના માણસ છે એટલે નીકળતા ની સાથે જ એમણે તેમના કારખાના ની વાતો શરુ કરી… વાતો કરતા કરતા SBI ના ATM માં હું અને તે ભાઈ બંને સાથે અંદર ગયા તો ત્યાં એક ભાઈ એકદમ હટ્ટા-કટ્ટા,ઊંચા અને સ્વેટર પહેરી ને ઉભા હતા   એટલે અમે થોડી વાર સાઈડ માં ઉભા રહ્યા….
એટલા માં ત્યાં પોલીસ નો ડબ્બો સાયરન વગાડતા પસાર થયો અને અમારા મિત્ર થી ના રેહવાયું તેમણે તો પોતાની આગવી શૈલી માં અને કાઠીયાવાડી ભાષા માં પોલીસ ને બરાબર ની દેવા માંડી… પોલીસ આવા ને પોલીસ તેવા…પોલીસ સાવ હરામખોર હોય છે…અને વગેરે વગેરે એટલા માં પેલા ભાઈ જે રૂપિયા ઉપાડતા હતા તેમણે આ મિત્ર સામે ફરી ને ઉભા રહી ગયા થોડી વાર તો સમાજ ના પડી કે શું થયું પણ એકાદ મિનીટ થઇ હશે ને અમારા મિત્રે અચાનક જ પોલીસ ના વખાણ ચાલુ કાર્ય કે “પોલીસ નુ કામ એટલે કેવું પડે હજી મોદી ૨૬ તારીખે આવાનો છે ને અત્યાર થી તૈયારી શરુ છે ખુબ મહેનત કરે છે….” હજી તેમના વખાણ ચાલુ હતા ત્યારે પેલા ભાઈ તેમનું કામ પતાવી ને અમારા મિત્ર તરફ એક કાતર મારી ને બહાર નીકળી ગયા.
હવે અમારા મિત્ર ના ચેહરા પર કૈક નિરાંત થાય હોય તેમ લાગ્યું અને “હાશ !!” એવું કરી ને મારી પાસે આવ્યા અને કહે કે “આ ભાઈ જે બહાર ગયા તેના બુટ જોયા?… તેણે સ્વેટર પહેરું પણ તેણે ખાખી પેન્ટ અને બુટ પહેર્યા હતા… તે પોલીસ હતો !!” હવે મને સમજાણું કે આમારા મિત્રે તો પોલીસ ની સામે બાફેલું પણ થોડી સમયસર જાણ થતા વખાણ ચાલુ કર્યા હતા.

શું તમે ક્યારેય આમ સલવાય ગયેલા? જો હા તો તેમાંથી બહાર નીકળવા તમે શું કરેલું?

Advertisements

5 Responses

Subscribe to comments with RSS.

  1. સારું થયું કે પછી પછી પણ ખબર તો પડી….નહિં તો…. 😛
    🙂 🙂 🙂

  2. આ વાત સાવ સાચ્ચી છે કે આપણા થી ઘણી વખત એવું બાફી દેવાય છે કે જેથી કરીને પાછળ થી શું કરવું શું ન કરવું સમાજ નથી પડતી ?

    વેદાંગ એ. ઠાકર

    જાન્યુઆરી 24, 2011 at 7:41 એ એમ (am)

  3. શ્રી હર્ષદભાઈ,/માધવભાઈ,

    સારું થયું કે ખબર પડી નહિ તો એક તો મોદી આવવાના એટલે ગમે તે ભણે મારા વાલા

    હેરાન કરે હોકે….

    પરાર્થે સમર્પણ

    જાન્યુઆરી 25, 2011 at 9:13 એ એમ (am)

  4. Mast hai yaar.nice situation but well handeled

    Suraj Thakur

    ફેબ્રુવારી 22, 2011 at 9:13 એ એમ (am)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: