માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

નાસિક(અંબાડ) ની મુલાકાત

with 10 comments

થોડા દિવસો પહેલા મારે કંપની ના એક પ્રોજેક્ટ માટે થઇ ને નાસિક જવાનું થયેલું. આમ તો મારે ગુજરાત બહાર જવાનું બહુ  થયું નથી અને આ મને યાદ છે ત્યાં મુજબ ૩જી કે ૪થી વખત હશે.
આગળ ના ૨ દિવસ માં પુરતો આરામ થયો ના હતો અને બરાબર ઊંઘી પણ નહોતો શક્યો ત્યાં વળી નાસિક જવાનું થયું.

આમ ખુશી સાથે થોડી કંટાળાજનક લાગણીઓ સાથે નાસિક જવાનું નક્કી થયું અને આ બધું અચાનક થયું હોવાથી ફટાફટ જે ટ્રાવેલ્સ માં મળે તેમાં ટીકીટ બુક કરાવેલી એટલે એક ખટારા છાપ બસ ની ટીકીટ મળી હતી હવે જ ખરો સંઘર્ષ શરુ થવાનો હતો. હજી આ દુઃખદાયક સફર માં વધારો થવાનો હોય તેમ જયારે અમે ટ્રાવેલ્સ ની ઓફીસ માં પહોચ્યા તો ભારત-આફ્રિકા વચ્ચે ની છેલ્લી અને ત્રીજી મેચ ચાલુ હતી આમતો હવે ભારત ને જીતવાની કોઈ આશા નહોતી પણ યુસુફ પઠાણ અને ઝહિર બેટિંગ માં હતા એટલે થોડી વાર મેચ જોવા ત્યાં વાળંદ ની દુકાને ઉભા રહ્યા. અને પછી તો ભાઈ… યુસુફ ની ફટકાબાજી સાથે એવું લાગ્યું કે ભારત મેચ જીતી જશે મેં તો સંદીપભાઈ ને કહ્યું કે ભાઈ નાસિક જવાનું કેન્સલ રાખો અને મને મેચ જોવા’દો. પણ સંદીપભાઈ ના સદનસીબે યુસુફ આઉટ થઇ જતા અને બસ નો સમય પણ થઇ રહ્યો હતો એટલે છાણી જવા નીકળી ગયા જ્યાંથી અમારે બસ પકડવાની હતી.
૯-૯.૩૦ આજુબાજુ ખટારા બસ ઉપાડી એટલે પછી તો હું સુઈ ગયો છેલ્લી સીટ હોવાથી લાગતું હતું કે ઊંઘ નહિ આવે પણ ૨ દિવસ ના થાક ના કારણે તરત જ ઊંઘ આવી ગઈ પછી તો વચ્ચે ક્યારે અને કેટલી વખત બસ ઉભી રહી હતી તેનો તો કોઈ ખ્યાલ જ નહોતો રહ્યો. પણ આશરે ૩-૪ વાગ્યા આજુબાજુ જયારે આંખ ખુલી તો બસ એક પહાડ પર થી પસાર થઇ રહી હતી અને રાત્રી ના અંધકાર ને કારણે બરાબર દેખાતું તો નહોતું પણ વાહનો ની હેડ લાઈટ અને ત્યાના પહાડી વિસ્તારો ના ગામો ની થોડી લાઈટો ચાલુ હતી તેના કારણે અંધારું હોવા છતાં નઝારો અદભુત લાગતો હતો. ૫-૧૦ મિનીટ પછી ફરી ઊંઘી ગયો અને પછી તો સીધી સવાર પડી નાસિક માં અંદર પ્રવેશતા દ્વારકા ચોકડી(અંબાડ) પાસે સારું થયું ત્યારે આંખ ખુલી ગઈ નહીતર પછી શિરડી પહોચી સાઈબાબા ના દર્શન કરી પાછું આવવું પડે તેમ હતું.
બસ માંથી નીચે ઉતરતા ની સાથે જ નજર પડી ત્યાના એક સાઈન બોર્ડ પર શાહિદ કપૂર ની જે જાહેરાત હું રોજ અમારા રૂમ પર જતા જોઉં છું તે જ પણ ભાષા બદલાઈ ગઈ હતી. ગુજરાતી ની જગ્યાએ મરાઠી.
ત્યાં કુણાલ મને લેવા આવ્યો, હવે અમારે ત્યાની કંપનીએ આપેલા ફ્લેટ માં રેહવાનું હતું. કંપનીના પ્રોજેક્ટ માટે ત્યાની MIDC માં જવાનું હતું એટલે નાસિક માં ફરવાનો સમય નહોતો રહ્યો. ખાસ નવીન માં તો ૨૪ જાન્યુઆરી ના રોજ શિવસેના ના વડાબાળ ઠાકરે નો જન્મદિવસ હોવાથી ચારે બાજુ તેમને શુભેચ્છા પાઠવતા બેનરો દેખાતા હતા.

 

બેનર

અમારે ત્યાં જે કંપની માં પ્રોજેક્ટ માટે જવાનું હતું તેનું પણ સ્થળ ઘણું સરસ હતું એકદમ એક નાના પહાડ ની બાજુ માં, ત્યાં જતા બાઈક પર પાછળ બેસી પાડેલો.

 

From Backseat of Bike

કહેવાય છે ને દુનિયા ના દરેક ખૂણે ગુજરાતી પહોચી ગયા છે તેમ અહી અંબાડ માં પણ ઘણા બધા ગુજરાતી લોકો જોવા મળતા હતા. હા પણ ત્યાં અહી ની જેમ પાન ના ગલ્લા ખૂણે ખૂણે ના હતા પણ તેનું સ્થાન બીઅર બાર અને દારૂ નું દુકાનોએ લીધું હતું.

Advertisements

10 Responses

Subscribe to comments with RSS.

 1. નાસિક ગયા તો શિરડી સાઈબાબાના અને ત્ર્યંબકેશ્વર જ્યોતિલિંગ્ ના દર્શન કર્યા કે નહીં .નાસિકથી શિરડી લગભગ ૯૦ કિમી અને નાસિકથી ત્ર્યંબકેશ્વર લગભગ ૪૦ કિમી થાય છે .

  રૂપેન પટેલ

  ફેબ્રુવારી 2, 2011 at 12:56 પી એમ(pm)

 2. ભાઈ નાસિક નું બીજું કશું જોવા ના મળ્યું ?

  કદાચ થાકી ગયા હશો?

 3. શ્રી હર્ષદભાઈ,/માધવભાઈ,

  નાશિક ફરી આવ્યા. મઝા આવી કેમ ખરુંને ? ફોટો સરસ પડ્યો છે.

  માધવ મુકુન્દ મનોહર ત્ર્મ્બકેશ્વ્રારના દર્શને ગયા કે નહી.

  કૃષ્ણ જન્મ સમયે મહાદેવ તેમના દર્શને ગયા હતા તો માધવ કેમ નહિ ?

  કેવી લાગી ગોવીન્દ્કાકાની વાત.?

  પરાર્થે સમર્પણ

  ફેબ્રુવારી 2, 2011 at 6:49 પી એમ(pm)

  • આદરણીય ગોવિંદકાકા,
   આતો કંપની ના કામ થી ગયા હતા અને વળી નાસિક માં પણ જવાનો સમય નહોતો તરત જ પાછા આવી જવાનું હોવાથી ત્યાં નહોતું જઈ શકાયું. પણ હા હવે પછી ની મુલાકાત માં બધી જ જગ્યા પર ફરીશું.

   Harshad / Madhav

   ફેબ્રુવારી 5, 2011 at 4:18 એ એમ (am)

 4. રાત્રે જે પહાડ ઉપરથી બસ પસાર થઇ તે સાપુતારા હશે …સરસ જગા છે બ્રેક લેવા માટે … જોકે દિવસનો સમય હોય તો .

 5. નાસિક સુધી તમારી સાથે ફર્યા હોય એવું લાગ્યું. સરસ.

  pravinshah47

  ફેબ્રુવારી 8, 2011 at 2:39 પી એમ(pm)

  • આદરણીય પ્રવીણભાઈ,
   તમને આ પોસ્ટ નું લખાણ ગમ્યું તે જાણી ને આનંદ થયો.. આ પોસ્ટ માટે હું રૂપેનભાઇ નો પણ આભારી છું જેણે મને ઘણી બધી રીતે આ લેખ લખવા મદદ કરી અને કઈ રીતે લખવું તેનું માર્ગદર્શન પણ આપ્યું સાથે સાથે ખાસ કરી ને માર્કંડકાકા નો પણ આભાર જેમની ઘણી સલાહ ને હજી અનુસરવાની બાકી છે અને થોડી ઘણી તેની તૈયારી પણ ચાલુ કરી દીધી છે.

   Harshad / Madhav

   ફેબ્રુવારી 9, 2011 at 2:17 પી એમ(pm)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: