માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

આવી ક્રિકેટ ની મોસમ

with 8 comments

મિત્રો થોડા સમય પહેલા મેં એક બ્લોગ દ્વારા આ રમત ની શરૂઆત કરી હતી(ભારત-આફ્રિકા), બ્લોગ ની શરૂઆત ના દિવસો માં પ્રતિભાવો પણ સારો હતો અને ૬-૭ મિત્રોએ તેમની ટીમ પણ મોકલાવેલી પણ પછી કોઈ કારણોસર તેમાં વધારે પોસ્ટ થઇ શકાતી નહતી તેનાથી ભારત-આફ્રિકા ની પછી ની મેચ નું પરિણામ નહોતો મૂકી શક્યો તો ત્યારે થયેલી તકલીફો બદલ ક્ષમા કરશો.
પણ હવે આ વખતે જયારે ક્રિકેટ વર્ડકપ એશિયા માં જ રમાઈ રહ્યો છે અને હવે તેના આડે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મારા એક મિત્ર ને મેં આ રમત બાબતે વાત કરતા તેની સહાય થી આ ફેન્ટસી રમત ફરી થી ચાલુ કરી છે અને મને આશા છે કે આ રમત ક્રિકેટ પ્રેમીઓ ને ખુબ જ પસંદ આવશે.
તો આ રમત માં તમારે તમારી પોતાની ૧૫ ખેલાડી ની ટીમ બનાવવાની છે અને જે રીતે ખેલાડી રન બનાવશે, વિકેટ લેશે,કે પછી રન-આઉટ કે કેચ કરશે તેનાથી તમારા પોઈન્ટસ વધતા જશે બસ જેની ટીમ વધારે પોઈન્ટ્સ બનાવશે તેની ટીમ વિજેતા.
તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ચાલો ફટાફટ મુલાકાત લો આ બ્લોગ ની અને મોકલી આપો તમારી ટીમ અને કહી દો કે “Always Cricket First”


નોંધ: કોઈ ને આ રમત માં સ્વયંસેવક તરીકે સેવા આપવી હોય તો મને મેઈલ કરશો.(કામ માં તો કઈ ખાસ નથી સ્કોર અપડેટ અને થોડું મોડરેશન કરવાનું થાય.)

Advertisements

8 Responses

Subscribe to comments with RSS.

 1. શ્રી હર્ષદભાઈ/માધવભાઈ,

  (એમ સી.બી.) માધવ ક્રિકેટ બોર્ડ તરફથી કઈ ટીમ રમવાની છે ( કાકાની ગમ્મત )

  ખુબ જ સરસ યોજના છે. આગે બઢો. અભિનંદન.

  • એમ.સી.બી તરફ થી તો ભારત ની ટીમ રમવાની છે. પણ અહી રમત અલગ હોવાથી એક અલગ જ ટીમ રમશે. તમે પણ તમારી ટીમ મોકલાવશો.

   Harshad / Madhav

   February 10, 2011 at 9:35 am

 2. માધવ ભાઈ,
  યોજના તો સરસ મૂકી છે, બસ લાગે છે કે આ વખતે પ્રેક્ષક બની જોઈએ કે કેમ રમત ચાલે છે!

  • શ્રી અશોકભાઈ,
   શા માટે ખાલી પ્રેક્ષક બની જોઈ રહ્યા છો હજી વર્લ્ડકપ આડે ૬ દિવસ બાકી છે. તો મોકલી આપો તમારી ટીમ. ખરેખર મજા આવશે.

   Harshad / Madhav

   February 13, 2011 at 10:35 am

 3. ભાઈ, કોમેન્ટ્રી કરવામાં આપણું નામ નોધી લેજો…ઓનલાઈન પર કોમેન્ટ ને ઓફલાઈન પર કોમેન્ટ્રી…કામ ચાલતું રહેશે…

  • આભાર મુર્તઝાભાઈ,
   તમારી કોમેન્ટ્રી નો લાભ જો મળે તો તો અમારી તે રમત માં ચાર ચાંદ લાગી જાય. જો સમય મળે તો જરૂર થી ઓફલાઈન કે ઓનલાઈન કોમેન્ટ્રી આપશો.

   Harshad / Madhav

   February 13, 2011 at 10:36 am

 4. લાખ કોશિશ કરલે કોઈ, પર જીતેગા તો ભારત હી. પૂછો કયું, ક્યોકી ખેલેંગે સિર્ફ ગ્યારહ ખિલાડી મગર તાકત કરોડો હિન્દુસ્તાનીઓ કી લગેગી. જય હિન્દ.

  • તો વેદાંગભાઈ ક્યાં છે તમારી ટીમ ? 😀

   Harshad / Madhav

   February 14, 2011 at 1:19 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: