માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

Archive for the ‘મારી ડાયરી’ Category

નાસિક(અંબાડ) ની મુલાકાત

with 10 comments

થોડા દિવસો પહેલા મારે કંપની ના એક પ્રોજેક્ટ માટે થઇ ને નાસિક જવાનું થયેલું. આમ તો મારે ગુજરાત બહાર જવાનું બહુ  થયું નથી અને આ મને યાદ છે ત્યાં મુજબ ૩જી કે ૪થી વખત હશે.
આગળ ના ૨ દિવસ માં પુરતો આરામ થયો ના હતો અને બરાબર ઊંઘી પણ નહોતો શક્યો ત્યાં વળી નાસિક જવાનું થયું.

આમ ખુશી સાથે થોડી કંટાળાજનક લાગણીઓ સાથે નાસિક જવાનું નક્કી થયું અને આ બધું અચાનક થયું હોવાથી ફટાફટ જે ટ્રાવેલ્સ માં મળે તેમાં ટીકીટ બુક કરાવેલી એટલે એક ખટારા છાપ બસ ની ટીકીટ મળી હતી હવે જ ખરો સંઘર્ષ શરુ થવાનો હતો. હજી આ દુઃખદાયક સફર માં વધારો થવાનો હોય તેમ જયારે અમે ટ્રાવેલ્સ ની ઓફીસ માં પહોચ્યા તો ભારત-આફ્રિકા વચ્ચે ની છેલ્લી અને ત્રીજી મેચ ચાલુ હતી આમતો હવે ભારત ને જીતવાની કોઈ આશા નહોતી પણ યુસુફ પઠાણ અને ઝહિર બેટિંગ માં હતા એટલે થોડી વાર મેચ જોવા ત્યાં વાળંદ ની દુકાને ઉભા રહ્યા. અને પછી તો ભાઈ… યુસુફ ની ફટકાબાજી સાથે એવું લાગ્યું કે ભારત મેચ જીતી જશે મેં તો સંદીપભાઈ ને કહ્યું કે ભાઈ નાસિક જવાનું કેન્સલ રાખો અને મને મેચ જોવા’દો. પણ સંદીપભાઈ ના સદનસીબે યુસુફ આઉટ થઇ જતા અને બસ નો સમય પણ થઇ રહ્યો હતો એટલે છાણી જવા નીકળી ગયા જ્યાંથી અમારે બસ પકડવાની હતી.
૯-૯.૩૦ આજુબાજુ ખટારા બસ ઉપાડી એટલે પછી તો હું સુઈ ગયો છેલ્લી સીટ હોવાથી લાગતું હતું કે ઊંઘ નહિ આવે પણ ૨ દિવસ ના થાક ના કારણે તરત જ ઊંઘ આવી ગઈ પછી તો વચ્ચે ક્યારે અને કેટલી વખત બસ ઉભી રહી હતી તેનો તો કોઈ ખ્યાલ જ નહોતો રહ્યો. પણ આશરે ૩-૪ વાગ્યા આજુબાજુ જયારે આંખ ખુલી તો બસ એક પહાડ પર થી પસાર થઇ રહી હતી અને રાત્રી ના અંધકાર ને કારણે બરાબર દેખાતું તો નહોતું પણ વાહનો ની હેડ લાઈટ અને ત્યાના પહાડી વિસ્તારો ના ગામો ની થોડી લાઈટો ચાલુ હતી તેના કારણે અંધારું હોવા છતાં નઝારો અદભુત લાગતો હતો. ૫-૧૦ મિનીટ પછી ફરી ઊંઘી ગયો અને પછી તો સીધી સવાર પડી નાસિક માં અંદર પ્રવેશતા દ્વારકા ચોકડી(અંબાડ) પાસે સારું થયું ત્યારે આંખ ખુલી ગઈ નહીતર પછી શિરડી પહોચી સાઈબાબા ના દર્શન કરી પાછું આવવું પડે તેમ હતું.
બસ માંથી નીચે ઉતરતા ની સાથે જ નજર પડી ત્યાના એક સાઈન બોર્ડ પર શાહિદ કપૂર ની જે જાહેરાત હું રોજ અમારા રૂમ પર જતા જોઉં છું તે જ પણ ભાષા બદલાઈ ગઈ હતી. ગુજરાતી ની જગ્યાએ મરાઠી.
ત્યાં કુણાલ મને લેવા આવ્યો, હવે અમારે ત્યાની કંપનીએ આપેલા ફ્લેટ માં રેહવાનું હતું. કંપનીના પ્રોજેક્ટ માટે ત્યાની MIDC માં જવાનું હતું એટલે નાસિક માં ફરવાનો સમય નહોતો રહ્યો. ખાસ નવીન માં તો ૨૪ જાન્યુઆરી ના રોજ શિવસેના ના વડાબાળ ઠાકરે નો જન્મદિવસ હોવાથી ચારે બાજુ તેમને શુભેચ્છા પાઠવતા બેનરો દેખાતા હતા.

 

બેનર

અમારે ત્યાં જે કંપની માં પ્રોજેક્ટ માટે જવાનું હતું તેનું પણ સ્થળ ઘણું સરસ હતું એકદમ એક નાના પહાડ ની બાજુ માં, ત્યાં જતા બાઈક પર પાછળ બેસી પાડેલો.

 

From Backseat of Bike

કહેવાય છે ને દુનિયા ના દરેક ખૂણે ગુજરાતી પહોચી ગયા છે તેમ અહી અંબાડ માં પણ ઘણા બધા ગુજરાતી લોકો જોવા મળતા હતા. હા પણ ત્યાં અહી ની જેમ પાન ના ગલ્લા ખૂણે ખૂણે ના હતા પણ તેનું સ્થાન બીઅર બાર અને દારૂ નું દુકાનોએ લીધું હતું.

Advertisements

ભોઠાં પડ્યા

with 5 comments

આ વાત છે મારા એક સંબંધી ના મિત્ર ની…..
ઘણી વખત અપને જીવન માં અમુક વાતો માં જે મન માં આવે તે બોલી નાખીએ છીએ અને ક્યારેક અમુક પ્રસંગ એવા બની જાય છે કે એવું લાગે કે અપને ભોઠાં પડ્યા. તો આ કિસ્સા માં…

૨-૩ દિવસ પહેલા અમારે લગ્નપ્રસંગે સુરત ના વરાછા વિસ્તાર માં જવાનું થયું અને સુરત માં ૨૬ જાન્યુઆરીએ આપણામુખ્યમંત્રી મોદી (આ મંત્રીઓ જ ખરેખર વધારે મંત્રે છે) આવવાના હોવાથી ત્યાં એક પોપડા(સુરત માં ખાલી પડેલી જગ્યા ને પોપડા નાં નામ થી સંબોધવામાં આવે છે) માં તેમની સભા નું આયોજન કરવામાં આવેલ છે. અને તેના કારણે ત્યાં થોડા દિવસો થી પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત અને પરેડ ચાલી રહી છે.

આશરે સવારે  ૮-૯  વાગ્યા નો સમય હતો અને સવારે ચા પીને બપોર ના જમણવાર ની  તૈયારી માં હતો કે એક સંબંધી ના મિત્ર આવ્યા અને કહ્યું કે “હર્ષદ, રાહુલભાઈએ કીધું છે કે આપણે ATM માંથી રૂપિયા લેવા જવાનું છે. તો મારી સાથે ચાલો !!”

આમ તો  હું તે ભાઈ ને એક-બે વાર મળેલો છું અને તે ઘણા રમુજી મિજાજ ના માણસ છે એટલે નીકળતા ની સાથે જ એમણે તેમના કારખાના ની વાતો શરુ કરી… વાતો કરતા કરતા SBI ના ATM માં હું અને તે ભાઈ બંને સાથે અંદર ગયા તો ત્યાં એક ભાઈ એકદમ હટ્ટા-કટ્ટા,ઊંચા અને સ્વેટર પહેરી ને ઉભા હતા   એટલે અમે થોડી વાર સાઈડ માં ઉભા રહ્યા….
એટલા માં ત્યાં પોલીસ નો ડબ્બો સાયરન વગાડતા પસાર થયો અને અમારા મિત્ર થી ના રેહવાયું તેમણે તો પોતાની આગવી શૈલી માં અને કાઠીયાવાડી ભાષા માં પોલીસ ને બરાબર ની દેવા માંડી… પોલીસ આવા ને પોલીસ તેવા…પોલીસ સાવ હરામખોર હોય છે…અને વગેરે વગેરે એટલા માં પેલા ભાઈ જે રૂપિયા ઉપાડતા હતા તેમણે આ મિત્ર સામે ફરી ને ઉભા રહી ગયા થોડી વાર તો સમાજ ના પડી કે શું થયું પણ એકાદ મિનીટ થઇ હશે ને અમારા મિત્રે અચાનક જ પોલીસ ના વખાણ ચાલુ કાર્ય કે “પોલીસ નુ કામ એટલે કેવું પડે હજી મોદી ૨૬ તારીખે આવાનો છે ને અત્યાર થી તૈયારી શરુ છે ખુબ મહેનત કરે છે….” હજી તેમના વખાણ ચાલુ હતા ત્યારે પેલા ભાઈ તેમનું કામ પતાવી ને અમારા મિત્ર તરફ એક કાતર મારી ને બહાર નીકળી ગયા.
હવે અમારા મિત્ર ના ચેહરા પર કૈક નિરાંત થાય હોય તેમ લાગ્યું અને “હાશ !!” એવું કરી ને મારી પાસે આવ્યા અને કહે કે “આ ભાઈ જે બહાર ગયા તેના બુટ જોયા?… તેણે સ્વેટર પહેરું પણ તેણે ખાખી પેન્ટ અને બુટ પહેર્યા હતા… તે પોલીસ હતો !!” હવે મને સમજાણું કે આમારા મિત્રે તો પોલીસ ની સામે બાફેલું પણ થોડી સમયસર જાણ થતા વખાણ ચાલુ કર્યા હતા.

શું તમે ક્યારેય આમ સલવાય ગયેલા? જો હા તો તેમાંથી બહાર નીકળવા તમે શું કરેલું?