માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

Archive for the ‘મારી ફોટોગ્રાફી’ Category

ઉત્તરાયણ

with 5 comments

કાલે રાત્રે હું અને સંદીપભાઈ ૩ વાગ્યા સુધી ટીવી જો’તા હતા છતાં આજે ઉતરાયણ હોવાથી સવાર માં વેળા ૭-૭.૩૦ વાગ્યે આંખ ખુલી ગઈ અને સીધો જ હું ધાબા પર ગયો અને શું જોયું….? અરે એકદમ ખાલી આકાશ 😦 એક પણ પતંગ નહિ, કોઈ ઉત્સાહ નહિ આજુબાજુ અને આખી સોસાયટીવાળા સુતા હોય એવું લાગતું હતું જાણે કે આ પર્વ નો કઈ ઉત્સાહ જ નથી. આમતો સુરત અને ભાવનગર માં તો આવા સમયે લોકો ધાબા પર ભેગા થઇ ને ધમાચકડી મચાવતા હોય છે.
૮-૯ વાગ્યે તૈયાર થઇ ને હવે બહાર જવાનું થયું અને સાથે સાથે જોયું કે હવે થોડી થોડી પતંગો આકાશ માં દેખાઈ રહી છે અને અત્યારે હાલ માં આ પોસ્ટ લખી રહ્યો છું…અને હવે લાગે છે કે ના માહોલ જામ્યો છે ભાઈ.
ગયા વર્ષ ની ઉતરાયણ ની થોડી ઝલક તસ્વીર દ્વારા.

સ્નેહ

ધાબા ની સાફસફાઈ માટે કાર્યરત ધાર્મિ

કિન્ના બાંધીને પેચ કરવા તૈયાર "હેત"

Amrita Rao 😉

અપડેટ્સ:-અત્યારે હવે થોડા વધારે પતંગ ની જરૂર હોવાથી “પાઈરેટ્સ ઓફ ધ કાઈટ્સ” (લુટારા) ની શોધ માં નીકળ્યા છીએ. (આ ઓ.પી રોડ પર બોઉં ઓછા જોવા મળે છે.) અને ઉતરાયણ માં સાંભળો એ.આર.રેહમાન નું આ ગીત જીયા સે જીયા….”ઉડે ઉડે રે પતંગ બીના ડોર કે….”

Advertisements

સલામત સવારી, ST હમારી !!

with 3 comments

કોલેજ ની થોડી યાદો માંનો એક ફોટો.
એમ તો વાલીયા તાલુકો છે, છતાં સામ ખાવા પુરતી દિવસ માં ૨ કે ૩ બસ આવતી હશે. એટલે કે મુખ્ય વાહન-વ્યવહાર તો જીપ (ફરી ક્યારેક તેનો પણ ફોટો મુકીશ) દ્વારા જ કરવાનો. તો આ છે તેમની એક બસ. 😉

સ્થળ:- બસ સ્ટેન્ડ પાસે, વાલીયા

.

.

.

Madhav

Written by Harshad / Madhav

ડિસેમ્બર 4, 2010 at 12:19 એ એમ (am)