માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

Posts Tagged ‘પચ્ચીસ નો પંજો

પક્ષી કે પચ્ચીસ

with 10 comments

ગયા રવિવારે સુરત ગયો હતો તો ત્યાં એક મિત્ર ને મળવાનું થયું….તે મિત્ર એટલે પતંગ નો દીવાનો. થોડી આમતેમ વાત થઇ પછી મેં પૂછી જ લીધું કે ભાઈ આ વખતે શું પોગ્રામ છે પતંગ નો અને કઈ દોરી ઘસાવાની છે.
અને તેમનો જવાબ ખરેખર આધાતજનક હતો. “આ વખતે કઈ ખાસ પોગ્રામ નથી કદાચ પતંગ ના પણ ઉડાડીએ….આમ પણ પક્ષીઓને કેટલું નુકસાન થાય છે…” સાલ્લુ મને થયું કે જે માનસ ગમે તેટલું સમજાવવા છતાં ૩-૪ દિવસ સુધી નીચે ન’હોતા ઉતરતા અને ગમે તેમ સમજાવવા છતાં ચાઇનીઝ દોરી જ વાપરતા તેમના માં આટલું મોટું પરિવર્તન?
અને થોડી વાર પછી આખરે સત્ય બહાર આવ્યું…તેણે કીધું કે “યાર આ વખતે તો સસ્તા માં સસ્તો પંજો (કોંગ્રેસવાળો નહિ પતંગ નો) પણ પચ્ચીસ રૂપિયા થી ચાલુ થાય છે અને આપણે તો થોડા પતંગ થી ચાલતું નથી અને હમણાથી તો કારખાને જવાનું પણ બંધ કરી ને કૈક દોરા(એમ્બ્રોડરી) નો ધંધો ચાલુ કર્યો છે પણ હજી સેટ નથી થયા તો આ વખતે પતંગ નો પોગ્રામ કેન્સલ…”
ચાલો એક વાત તો સારી બની કે પક્ષી ને બચાવવા માટે ની અપીલ તેમને અસર નહોતી કરતી પણ આ “પચ્ચીસ” નો આંકડો અસર કરી ગયો. 😛

Advertisements

Written by Harshad / Madhav

જાન્યુઆરી 11, 2011 at 1:50 પી એમ(pm)