માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

Posts Tagged ‘વડોદરા

રવિવાર,ક્રિકેટ અને ટ્રાફિક પોલીસ

with 6 comments

આમતો હું દર રવિવારે સુરત જતો હોઉં છું પણ આજે રોકાઈ ગયો છું..અને આજે રવિવાર હોવાથી થોડા મોડા મોડા ઉઠ્યા બધા અને પછી ક્રિકેટ રમવા જવાનું નક્કી કર્યું. પહેલા તો “અકોટા સ્ટેડીઅમ” માં રમવા જતા પણ ત્યાં કઈ ને કઈ ફંક્શન હોવાથી અડધી રમતે પાછું જવું પડતું હતું તો હવે નવું સ્થળ “વેક્સીન ગ્રાઉન્ડ”,ઓલ્ડ પાદરા રોડ નક્કી કર્યું.

વેક્સીન ગ્રાઉન્ડ,વડોદરા

સવારે ૮ વાગ્યે તૈયાર થઇ ને બધા મિત્રો ને ફોન કરી ને રમવા માટે બોલાવ્યા અને આજે થોડું મોડું થઇ ગયું હોવાથી લાગતું હતું કે વધારે ખેલાડીઓ નહિ થાય. અને સાચે જ એવું થયું મેદાન પર ગયા તો ગણી ને ૭ જણા હતા રમવા માટે.
પછી ટીમ ના બદલે નંબર પાડી ને રમ્યા….નંબર પાડી ને રમવાની બોઉં મજા ના આવે 😦 એમાં લોકો આરામ થી ફિલ્ડીંગ કરે અને ખાસ તો કઈ સ્પીરીટ જોવા ના મળે, એવું લાગે જાણે રમવા ખાતર રમી રહ્યા છીએ પણ શું કરીએ હવે મોટા ઉપાડે રમવા આવી ગયા તો થોડું રમી લઈએ. અને ૧૧ વાગ્યા સુધી રમ્યા થોડી વાર ત્યાં એક મેચ રમતી હતી તેને જોઈ અને પછી બેક ટુ રૂમ જવા નીકળી પડ્યા.
પાછા જતા હતા ત્યાજ દિવાળીપુરા પોલીસ ચોકી પાસે મામાઓ(“ટ્રાફિક પોલીસ” ઘણા લોકો તેને ઠોલાઓ ના નામથી પણ સંબોધે છે.) નું એક ટોળું શિકાર ની શોધ માં ઉભું હતું.  લાગ્યું કે આજે વારો છે કેમ કે સાથે લાયસન્સ નહોતું અને લાયસન્સ તો ઠીક રૂપિયા પણ નહોતા પણ સાદ નસીબે અને બીજા એક “હોન્ડા” વાળા ના બદનસીબે અમે બચી ગયા અને આખું ટોળું તે હોન્ડાવાળા ભાઈ ની પાછળ લાગી ગયા.

અને ત્યાર બાદ તો સવાર સવાર માં બાઈક-બેટ-બોલ- લઇઅને ટી-શર્ટ-ટ્રેક પહેરી પહેરી નીકળેલા કેટલાય સચિન-સેહવાગ-ઝહિર-હરભજન પકડાઈ ગયા હતા આ મામાઓ ના હાથે. કેટલાક ની જીત ની ખુશી રૂપિયા દ્વારા જતી રહી તો કેટલાક નું હર નું દુખ બમણું થઇ ગયું. 😀

રૂમે પહોચ્યા બાદ રમત નું થોડું પોસ્ટમોર્ટમ કર્યું અને પછી થોડા નાના-મોટા કામ પતાવી અને સીધા પહોચી ગયા “ડીશ ટીવી” ના રીચાર્જ માટે (એક અઠવાડિયા થી બંધ હતું).

  • રવિવારે પણ પ્રોજેક્ટ માટે કસ્ટમર ના ૫-૬ ફોન આવી ગયા.
  • આજનો દિવસ ભારત-આફ્રિકા ની ટેસ્ટ જોવામાં વીતશે. શું લાગે છે કોણ જીતશે? આ પોસ્ટ લખું છું ત્યારે સ્મિથ તો આઉટ અને વરસાદ ઇન થયો છે..
  • બીગ-બોસ્સ માંથી કોણ આઉટ થયું છે તે પણ જોવું રહ્યું. :mrgreen:

અને અંત માં કેવો રહ્યો તમારો રવિવાર?

Advertisements

Written by Harshad / Madhav

જાન્યુઆરી 2, 2011 at 10:05 એ એમ (am)

ખેલ મહા કુમ્ભ !!

with 13 comments

આજે રવિવાર હોવાથિ સવારે અમે બધાએ રૂમ પર નક્કિ કર્યુ કે આજે ક્રિકેટ રમવા જવુ છે.

તો ૭ વાગ્યે અમે વડોદરા મા અકોટા સ્ટેડિયમ મા પહોચી ગયા… અને રાબેતા મુજબ ખેલાડિ ભેગા કરત થોડી વાર લાગી પણ આખરે ૭.૩૦ વાગ્યે અમે રમવાનુ ચાલુ કર્યુ અને હજી તો ૮.૩૦ થયા હશે ત્યા એક ભાઇ આવ્યા અને કિધુ કે ચાલો રમવા નુ બન્ધ કરો અહિયા “ખેલ મહા કુમ્ભ” ની રેલી આવવાની છે.
ઘણી દલીલ કરવા છતા તે ભાઇ ના માન્યા અને બધા ને મેદાન માથી બહાર કાઢ્યા.

એક બાજુ રમવા નથી દેતા અને બિજી બાજુ કહે છે કે “રમશે ગુજરાત તો જીતશે ગુજરાત”

૨ કલાક ના કાર્યક્રમ મા અમારો તો આખો દિવસ બગાડ્યો.

.

.

.

Madhav