માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

Posts Tagged ‘Anderson

ભોપાલ ગેસ દુર્ઘટના !!

leave a comment »

ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો યુનિયન કાર્બાઈડના પૂર્વ સીઇઓ વોરેન એન્ડરસનના પ્રત્યાપર્ણ માટે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને પત્ર લખશે. ભોપાલ દુર્ઘટના ભારતની આંતરિક બાબત હોવાનું કહીને હાથ ખંખેરી નાખનાર વ્હાઇટ હાઉસના વલણને ફગાવી દેતાં ભોપાલ ગેસ પીડિત મહિલા ફોરમના કન્વિનર અબ્દુલ જબ્બારે કહ્યું હતું કે, પીડિતો અમેરિકાના ન્યુયોર્કમાં વસવાટ કરી રહેલા એન્ડરસનને ન્યાયના દાયરામાં લાવવા ઇચ્છે છે.

આ કેસમાં મદદ કરવા માટે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પત્ર પણ લખીશું. ૨-૩ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ ભયંકર ગેસ દુર્ઘટનામાં હજારો લોકો માર્યા ગયા હતા. જેનો મુખ્ય આરોપી એન્ડરસન સામે પોલીસે ૩૦૪મી કલમ હેઠળ  કેસ દાખલ કર્યો હતો. પરંતુ રહસ્યમય સંજોગોમાં તેને જામીન મળી જતાં તે તત્કાલીન રાજ્ય સરકારની મદદથી ભોપાલ છોડીને ભાગી ગયો હતો.

શું પત્ર લખવા સિવાય બીજો કોઈ ઉપાય ખરો ?

આના માટે કોણ જવાબદાર? સરકાર કે ન્યાયતંત્ર  ?

-માધવ

Advertisements

Written by Harshad / Madhav

જૂન 18, 2010 at 7:39 પી એમ(pm)