માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

ધોની ની ધમાલ

with 2 comments

ગઈકાલે ભારત ની બીજી વોર્મ-અપ મેચ ન્યુઝીલેન્ડ સામે હતી ચેન્નાઈ નું ચેપોક સ્ટેડીયમ એકદમ ખીચોખીચ ભરેલું હતું અને ફરી એકવાર ભારત ના કપ્તાન ધોનીએ ટોસ જીતી ને બેટિંગ લેવાનું નક્કી કર્યું.
ઓપનીંગ માં સેહવાગ-સચિન ની જોડી હતી, શરૂઆત માધ્યમ કહી શકાય તેમ હતી હજી તો ૫૦ રન પણ નહોતા થયા ત્યાં સચિન અને સેહવાગ બંને આઉટ થઇ ગયા હવે ફરી એકવાર મિડલ-ઓર્ડર ને સંભાળવા નો સમય આવ્યો. અને આ વખતે ફરી એજ જોડી જેણે આગળની ન્યુઝીલેન્ડ સામેની સીરીઝ માં સારી ભાગીદારી દ્વારા રન બનાવ્યા હતા તે ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી ની આક્રમકતા સાથે સમજદારીપૂર્વક ની રમત ને કારણે જયારે કોહલી ૫૯ રન બનાવી ને આઉટ થયો ત્યારે ભારત વિનિંગ સીટ પર આવી ગયું હોય તેમ લાગતું હતું.

વિરાટ કોહલી

ગૌતમ ગંભીર

ત્યારબાદ ગંભીર અને ધોની ની જોડી જામી પડી અને ધોની તો આવતાની સાથે જ આજે કઈક કરી બતાવાના મૂડ માં હોય તેમ લાગતું હતું. ઘણા સમય થી પીચ પર ઉભેલો ગંભીર ત્યારબાદ ૮૯ રન બનાવી ને આઉટ થયો.
હવે આવ્યો વારો સુરેશ રૈના નો જેણે ધોની સાથે જોડી જમાંવાની હતી અને ઓવરો ઓછી બચી હતી એટલે આ સમય હતો મારા-મારી નો,ચોક્કા છક્કા ના વરસાદ નો અને તેની શરૂઆત પણ થઇ ધોનીએ વૂડકોક ની એક ઓવર માં ત્રણ ચોક્કા માર્યા અને ત્યારબાદ રૈનાએ પણ એક ચોક્કો મારી પડતા પર પાટું મારે તેમ વૂડકોક ની એવરેજ બગાડી નાખી.
અને ત્યારબાદ તરત જ બીજી ઓવર માં જેકોબ ઓરમ ની ઓવર માં રૈનાએ ત્રણ સિક્સર ફટકારતા હવે એ વાત નિશ્વિત થઇ ગઈ કે રન નો ખડકલો ઉંચો ને ઉંચો જવાનો છે.

 

સુરેશ રૈના

અને જયારે રૈના આઉટ થયો ત્યારે તો ભારત ની સ્થિતિ ઘણી સારી બની ગઈ હતી.
અને ત્યારબાદ બેટિંગ માં આવેલા યુસુફભાઈ માટે ફક્ત 2 ઓવર બાકી હતી.
ખાસ માણવાલાયક હોય તો આજકાલ યુસુફભાઈ નો જમાનો આવ્યો છે અને જે બેનર “બૂમ બૂમ અફ્રીદી” પાકિસ્તાન ના વિસ્ફોટક બેટ્સમેન શાહિદ અફ્રીદી માટે  વપરાતું તે બદલી ને “બૂમ બૂમ યુસુફ” જોવા મળતા હતા અને ધોની ના દરેક શોટ પર પબ્લિક નો દેકારો આ બંને વસ્તુએ મેચ ને રોમાંચક બનાવી હતી.

 

ધોની

૫૦ ઓવર ના અંતે ભારતે ૩૬૦ નો જંગી સ્કોર બનાવ્યો તેમાં ધોની ના અણનમ ૧૦૮ રન મુખ્ય હતા.
હવે ફરી એક વાર ભારત ની બોલિંગ નો વારો અને આ વખતે અગલી મેચ કરતા તદ્દન ઉલટી પરિસ્થિતિ હતી અગલી મેચ માં એક નાના સ્કોર ને
પાર પાડતો અટકાવવાનો હતો તો આ વખતે આરામ થી બોલિંગ કરી શકાય તેમ હતું.
ન્યુઝીલેન્ડ ની શરૂઆત ખુબ જ સારી કહી શકાય તેમ હતી ગુપટીલ અને બ્રાન્ડોન મેક્ક્યુલુંમ સારી એવી ભાગીદારી બનાવી રહ્યા હતા અને આપણા ફાસ્ટ બોલરો શ્રીસંથ,નેહરા અને મુનાફ પટેલ નો કાઈ ગજ વાગતો નહોતો અને જરૂર હતી વિકેટ ની.

 

બ્રાન્ડોન મેક્કુલુંમ

હવે ધોની ને પણ સ્પિનર ને ઓવર આપવી પડે તેમ હતી અને વિકેટ ની શરૂઆત કરાવી આર.અશ્વિને માર્ટીન ગુપટીલ ને આઉટ કરીને. પછી તો રૈના દ્વારા એક સીધા થ્રો માં મેક્ક્યુલુંમ આઉટ થયો અને ત્યાર બાદ ચાવલા, યુવરાજ ના સ્પીન અને હરભજનના દુસરા ના તરખાટ સામે ન્યુઝીલેન્ડ ની ટીમ પડી ભાંગી. બ્રાન્ડોન મેક્ક્યુલુંમ ના ભાઈ નાથન મેક્ક્યુલુંમે ૨૯ રન બનાવી થોડી લડત આપવાની કોશિશ કરેલી પણ નેહરાએ વૂડકોક અને મિલ્સ ને વારાફરતી બે ઓવર  બોલ્ડ કરી ને ભારત ને ૧૧૭ રન થી જીત અપાવી.

 

અશ્વિન


અત્યારે તો પ્રેક્ટીસ મેચ હોવાથી ૧૫ ખેલાડી ને એક મેચ માં રમવાનો મોકો મળે છે પણ હવે પછી ના રાઉન્ડ માં દરેક દેશે એક સંતુલિત ટીમ બનાવી ને ઉતારવી પડશે જેના માટે બેટ્સમેન,ઓલ-રાઉન્ડર,બોલર ને યોગ્ય રીતે પસંદ કરવા પડશે.
તમારા અંદાજ મુજબ ભારત ની અંતિમ ૧૧ માં ક્યાં ક્યાં ખેલાડીઓ હોવા જોઈએ?

Written by Harshad / Madhav

ફેબ્રુવારી 16, 2011 at 8:32 પી એમ(pm)

Posted in અનાથ

2 Responses

Subscribe to comments with RSS.

  1. બંને શરૂવાત તો સારી થઇ છે…હવે જોવાનું એ રહ્યું કે દશેરાના દિવસે ઘોડો દોડે છે કે નઈ…

    તપન પટેલ

    ફેબ્રુવારી 16, 2011 at 11:58 પી એમ(pm)


Leave a comment