માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

Archive for નવેમ્બર 2010

ક્રિકેટ એક્સપર્ટ !!

with 10 comments

જો તમારે ખરેખર કોઈ એક્સપર્ટ ( કોઈ પણ વિષય ના ) ને સંભાળવા હોય તો “પાન ના ગલ્લે” અથવા “વાળંદ ની દુકાને” પહોચી જવાનું.
આમ તો કાઠીયાવાડ માં દરેક પાન ના ગલ્લા પર ટીવી તો હોય જ છે અને તેમાં પણ જયારે ક્રિકેટ મેચ ચાલુ થાય એટલે તો ત્યાં ખુબ જ ભીડ જામેલી જોવા મળે.
મેં પણ ઘણી ભારત ની મેચો નો લ્હાવો આવા પાન ના ગલ્લા પર લીધેલો છે.

આજે શેવિંગ માટે વાળંદ ની દુકાને પહોચ્યો તો ત્યાં રવિવાર હોવાથી સારી એવી ઘરાકી હતી, મારો નંબર ૭મો હતો તો થયું કે  હવે અંદર બેસી ને જ રાહ જોઉં….
ત્યાં બેઠો તો જોયું કે “ભારત-ન્યુઝીલેન્ડ” ની મેચ ચાલતી હતી… ચાલો સમય પસાર થય જશે અને કંટાળો પણ નહિ આવે….
હજી તો થોડી જ વાર થઈ હશે ત્યાતો એક ભાઈ ૧૩૫ નો મસાલો અને બીજા ભાઈ મિરાજ ખાતા ખાતા આવી પહોચ્યા તેમની વાતો પર થી લાગ્યું કે આ તેમનો રોજ નો અડ્ડો હશે.

અને આવતા જ તેમને કોમેન્ટ્રી ચાલુ કરી દીધી….
૧૩૫ વાળા ભાઈ:- કેટલા રન થયા?

મીરાજવાળા  ભાઈ:-  ૧૦૦ પર પડી.
૧૩૫વાળા  ભાઈ :- ગંભીર આઉટ થય  ગયો એમ ને તો?
મીરાજવાળા  ભાઈ:- હશે…. બીજું કોણ ઓપનીંગ માં આવ્યું હતું?

૧૩૫વાળા  ભાઈ :- ઓલો IPL વાળો વિજય જ હશે. મેં નો’તું કીધું કે સેહવાગ આ સીરીઝ માં નહિ રમે…!! (એવું લાગતું હતું કે જાણે એ ભાઈ જ ભારતીય ટીમ ના સીલેક્તર હશે.)

૧૩૫વાળા  ભાઈ :- વર્લ્ડકપ માં સેહવાગ જ આપણી ટીમ માં હુકમ નો એક્કો છે એટલે હવે તેને છુપાવી ને રાખશે. (અલ્યા ભાઈ તમને કોઈ ને ખબર છે કે સેહવાગ ને ક્યાં સંતાડ્યો છે BCCI  વાળાએ.)
મીરાજવાળા  ભાઈ:- સચિન પણ નથી લાગતો આ મેચ માં… હવે એની પાસે ખાલી ટેસ્ટ માં જ રમવાનું કામ કરાવશે.
દુકાન માલિક:- આ વખતે વર્લ્ડકપ ભારત માં છે એટલે ભારત જ જીતવાનું અને સારા ખેલાડી પણ છે આપણી પાસે હવે. ગઢા ગઢા બધા હવે ટેસ્ટ રમશે અને આ જુવાનીયા બધા વન-ડે  માં  સારું રમે છે.
૧૩૫વાળા  ભાઈ :- તમારે જોવું હોય તો જોય લેજો  આ વર્લ્ડકપ પછી ૪૦ ખેલાડી નિવૃત્તિ લઇ લેવાના છે. કેટ હોવ તો તેમના નામ પણ અત્યાર થી લખવી દઉં. !!
આ સમયે વિરાટ કોહલીએ બે ચોક્કા માર્યા તેને વખાણતા….
મીરાજવાળા  ભાઈ:- જોયું તમે આ કોહલી અન્ડર-૧૯ ટીમ માં કેપ્ટન હતો ત્યારે ફાઈનલ માં આવાં જ ચોક્કા મારેલાં.

આટલી વાતો થઇ  ત્યાં સુધી તો એમ લાગ્યું છે ચાલો સારી ચર્ચા કરી રહ્યા છે અને મજા પણ આવે છે…. પણ ત્યાર બાદ ૧૩૫વાળા  ભાઈ ને ખબર નહિ શું થયું અને માંડ્યા ઓસ્ટ્રેલીયા ની વાતો કરવા અને એમાં પણ ઓસ્ટ્રેલીયા ના શેન પોલોક, ગ્રેહામ ગુચ અને પેટ સીમ્કોક્સ ની વાતો આવી એટલે લાગ્યું કે આ ભાઈ ને ખાલી ખેલાડી ના નામ ની જ ખબર છે તે ક્યાં દેશ તરફ થી રમે છે તે ખબર નથી. 😉 પોલોક અને સીમ્કોક્સ તો આફ્રિકાના છે.. 🙂

હશે હવે એ ભાઈ ફોર્મ માં આવી ગયા હતા એટલે એમની ગાડી ચાલુ થઇ ગઈ હતી..
બાકી ખરી કોમેન્ટ્રી સંભાળવા ની મજા તો પાન ના ગલ્લા પર જ આવે. જો કોઈ ખેલાડી બોઉં જ સારું રમે તો આખુ ટોળું તેના પેટ ભરીને વખાણ કરે અને જો સસ્તા માં કે જયારે જરૂર હોય ને નાં રમ્યો તો તો ભાઈ અહી લખી પણ ના શકાય અને જો તે ખેલાડી સાંભળી જાય તો આત્મહત્યા કરી નાખે એવી ગાળો પણ પડે.

જે હોય તે પણ સાંભળો  તો મનોરંજન ની ૧૦૦ ટકા ગેરેંટી.

.

.

.

Madhav

નોટીસ !!

with 29 comments

ફેસબુક પર આમતેમ ક્લીકો કરતો હતો ત્યાં આ ઈમેજ મળી જે અહી તમારી સાથે શેર કરું છું.
પાન  ના ગલ્લા પર ની નોટીસ.

ઈજ્જત થી દાદાગીરી……. છે કોઈ જવાબ?

.

.

.

Madhav

Written by Harshad / Madhav

નવેમ્બર 25, 2010 at 2:51 પી એમ(pm)

ખેલ મહા કુમ્ભ !!

with 13 comments

આજે રવિવાર હોવાથિ સવારે અમે બધાએ રૂમ પર નક્કિ કર્યુ કે આજે ક્રિકેટ રમવા જવુ છે.

તો ૭ વાગ્યે અમે વડોદરા મા અકોટા સ્ટેડિયમ મા પહોચી ગયા… અને રાબેતા મુજબ ખેલાડિ ભેગા કરત થોડી વાર લાગી પણ આખરે ૭.૩૦ વાગ્યે અમે રમવાનુ ચાલુ કર્યુ અને હજી તો ૮.૩૦ થયા હશે ત્યા એક ભાઇ આવ્યા અને કિધુ કે ચાલો રમવા નુ બન્ધ કરો અહિયા “ખેલ મહા કુમ્ભ” ની રેલી આવવાની છે.
ઘણી દલીલ કરવા છતા તે ભાઇ ના માન્યા અને બધા ને મેદાન માથી બહાર કાઢ્યા.

એક બાજુ રમવા નથી દેતા અને બિજી બાજુ કહે છે કે “રમશે ગુજરાત તો જીતશે ગુજરાત”

૨ કલાક ના કાર્યક્રમ મા અમારો તો આખો દિવસ બગાડ્યો.

.

.

.

Madhav