માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

Posts Tagged ‘ક્રિકેટ

વર્લ્ડકપ અને જાહેરાત – ૨

with 3 comments

વર્લ્ડકપ શરુ થયો તે પહેલા ની પોસ્ટ માં જણાવ્યું તેમ વર્લ્ડકપ સાથે સાથે જાહેરાતો નો પણ વર્લ્ડકપ શરુ થઇ ગયો છે. આ પહેલા આપણે પેપ્સી ની થોડી જાહેરાતો જોઈ હતી……
……હવે તેની નવી આવેલી જાહેરાતો જોઈએ.

ભારત ના વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ ની “ઉપર કટ” જાહેરાત.

શ્રીલંકા ના ફાસ્ટ બોલર લસિથ મલીંગા ની અલગ બોલિંગ એક્શન પર ની અને તેના યોર્કર “સ્લીન્ગા” જાહેરાત.

હવે તો બાકી હતું તો ક્રિકેટ જગત ના અમ્પાયર બીલી બોડન જે તેની અલગ અલગ રમુજી અંદાઝ ના કારણે લોકલાડીલા છે તેની આઉટ આપવા ની અલગ સ્ટાઈલ “ટેડી ઉંગલી” જાહેરાત.

હજી વોડાફોન ની ઝૂ ઝૂ જાહેરાત આખી આવતી નથી જોઈએ આગળ તે લોકો શું નવીન લઇ આવે છે.

વિજયી શરૂઆત

leave a comment »

મિત્રો વર્લ્ડકપ ની સાથે સાથે થોડું કામ પણ વધારે આવી ગયું હતું કંપની માં એટલે હમણા પોસ્ટ લખવાનો સમય નહોતો મળ્યો, આજે ઓસ્ટ્રેલીયા અને ઝીમ્બાબ્વે ની મેચ પત્યા પછી થયું કે ચાલ ને હવે એક પોસ્ટ લખી જ નાખીએ. ક્રિકેટ રસિક ખરા ને એટલે પોસ્ટ લખ્યા વગર ના ચાલે.
સૌ પ્રથમ તો ભારત-બાંગ્લાદેશ ની મેચ માં ભારતે વિજયી પ્રારંભ કર્યો અને તેમાં પણ સેહવાગ ની વિસ્ફોટક બેટિંગ અને સાથે કોહલી નો સંગાથ, આમ જોવા જઈએ તો પ્રથમ મેચ માં બેટિંગ ક્ષેત્રે ખુબ સરસ દેખાવ રહ્યો ભારત નો અને બોલિંગ માં થોડી જલ્દી વિકેટો પાડવા માં સફળતા નહોતી મળી પણ પછી સ્પિનરો દ્વારા સારી બોલિંગ થી ભારત આ મેચ જીતી તો ગયું. શ્રીસંથ ની બોલિંગ માં કાઈ ખાસ દમ જણાતો નહોતો એવું લાગે છે તેની જગ્યાએ આશિષ નેહરા અથવા વધારે એક સ્પિનર ચાવલા કે અશ્વિન ને રમાડવા જોઈએ. અને હજી એક મુંઝવતો પ્રશ્ન એ પણ હશે કે યુવરાજ, રૈના અને કોહલી માંથી ક્યાં બે ખેલાડી ને રમાડવા. 😦

બીજી મેચ ન્યુઝીલેન્ડ-કેન્યા તો એક તરફી જ થઇ ગઈ હતી કેન્યા ને સસ્તા માં ઓલ-આઉટ કરી ને ન્યુઝીલેન્ડે દસ વિકેટે વિજય મેળવ્યો, ઓરમ અને સાઉથી અસરકારક બોલર રહ્યા. અફસોસ કે ન્યુઝીલેન્ડ નો પહેલો દાવ નહોતો નહીતર મેક્યુલુંમ ની રમઝટ જોવા મળેત. 😆

ત્રીજી મેચ શ્રીલંકા-કેનેડા ફરી એક વાર રન ના ખડકલાવાળી બની પહેલી બેટિંગ માં જયવર્ધને ની સદી , દિલશાન અને સંગક્કારા ની અડધી સદી અને પછી બોલિંગ માં કુલાસેકરા અને પરેરા ના તરખાટ સામે કેનેડા ની ટીમ પડી ભાંગી હતી. આ વર્લ્ડકપ માટે શ્રીલંકા ની ટીમ ને અવગણી ના શકાય અને તેમાં પર સેમી-ફાઈનલ માં ઘર-આંગણા નું મેદાન એટલે આ ટીમ ભારે પડી શકે તેમ છે.

આજની ચોથી મેચ ઓસ્ટ્રેલીયા-ઝીમ્બાબ્વે આગળ ની ત્રણ કરતા થોડી સારી કહી શકાય કેમકે ઝીમ્બાબ્વે જેવી ટીમે સતત ત્રણ વખત ના વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલીયા ને એક નાના સ્કોર સુધી સીમિત રાખ્યું, ઓસ્ટ્રેલીયા ની બેટિંગ લાઈન માઈક હસ્સી વગર નબળી પડતી હોય તેમ જણાય છે પણ ઓસ્ટ્રેલીયા નું કાઈ ના કહી શકાય, ઝીમ્બાબ્વે ના બેટ્સમેનો દ્વારા પણ સારી લડત મળતા આ મેચ થોડી લાંબી ચાલી પણ આખરે જોહ્ન્સન ની વેધક બોલિંગ સામે કેટલુક રમે…. આગળ જતા ઝીમ્બાબ્વે ની ટીમ અપસેટ કરી શકે છે.

વર્લ્ડકપ અને જાહેરાત

with 4 comments

વર્લ્ડકપ આવે એટલે એડ એજન્સીવાળાઓ ને પણ સારું એવું કામ નીકળી આવે અને તેમાં પણ હરીફાઈ જામી પડે છે કે કોની જાહેરાત માં વધારે દમ હોય અને પ્રેક્ષકો ને પસંદ પણ આવે. ગયા વર્ષે યાદ હોય તો વોડાફોન ના ઝૂ ઝૂ એ માર્કેટ જમાવેલું.


આ વખતે પણ વર્લ્ડકપ ઘણી બધી કંપનીઓ ની નવી નવી મનોરંજક જાહેરાત જોવા મળશે. અને તેની શરૂઆત પેપ્સીવાળાએ તો કરી પણ દીધી છે. અલગ અલગ ખેલાડીઓ ના ટ્રેડમાર્ક શોટ અથવા બોલિંગ ખાસિયતો ને તેમને એક અલગ સ્વરૂપ માં રજુ કરી છે.
1)સૌ પ્રથમ તો ભારત ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જેના કારણે બહુત લોકપ્રિય થયો હતો તેવા હેલીકોપ્ટર શોટ ની જાહેરાત. (અત્યારે તો ક્યારેક ક્યારેક જ આ શોટ જોવા મળે છે, આશા રાખીએ કે ધોની આ વખતે આવા શોટ થી ધમાલ મચાવે.)

2)ત્યાર બાદ અમિતાભ જેવા એન્ગ્રી યંગમેન હરભજનસિંહ જેમાં પાવરધો છે તેવો દુસરા બોલ ની જાહેરાત. (આ વખતે પહેલીજ વાર માં જો દુસરા કામ લાગી ગયા તો આપનું કામ થઇ ગયું સમજો.)

3)અને હવે ઇંગ્લેન્ડ ના બેટ્સમેન કેવિન પીટરસન જે બેટિંગ સ્ટાઈલ ફેરવવા ને કારણે વિવાદ માં આવ્યો હતો તેની જાહેરાત પલ્ટી હીટ.(ભારત બધા દેશો ને પલ્ટી મરાવીને વર્લ્ડકપ જીતી લાવે તેવી શુભેશ્છા)


શુભારંભ

with 10 comments

હવે ક્રિકેટ વર્લ્ડકપ આડે ફક્ત ૫ દિવસ બાકી રહ્યા છે અને વોર્મ-અપ મેચ તો શરુ પણ થઇ ગઈ છે. ચારેબાજુ હવે ક્રિકેટ-ક્રિકેટ થઇ જવાનું છે અને ગઈ કાલે ભારત-ઓસ્ટ્રેલિયા ની વોર્મ-અપ મેચ માં ભારતે જીતવાના શ્રીગણેશ પણ કરી દીધા અને સાથે સાથે એ પણ સાબિત કરી આપ્યું કે ભારત એમ આસાની થી જીતી જવામાં નથી માનતું તમને દરેક મેચ માં દિલધડક વળાંક જોવા મળશે.

 

સેહવાગ ૫૦ રન કર્યા બાદ

ગઈ કાલ ની મેચ માં શરૂઆત તો ઠીક ઠીક કહી શકાય તેમ રહી અને જેનાથી આજે ક્રિકેટ રમતા દરેક દેશ ફફડી જાય છે તે વીરેન્દ્ર સેહવાગ અને વિરાટ કોહલી દ્વારા થોડી સારી પાર્ટનરશીપ થી સારી સ્થિતિ માં આવ્યું.
ત્યાર બાદ તો જાને “હીટ” સ્પ્રે થી વંદા મારતા હોય તેમ ફટાફટ વિકેટો ઉડવા લાગી અને લાગ્યું કે હવે ભારતે ભોપાળું વાળ્યું અને ૨-૩ મિત્રો ના તો SMS પણ આવી ગયા કે ઓસ્ટ્રેલિયા એ ભારત ના ભૂંડા-હાલ કર્યા છે.
ફરી એક વાર યુસુફ પઠાણે મેચ પોતાના હાથ માં લીધી પણ આ વખતે તેનો દેખાવ અલગ હતો તડાફડી ને બદલે એકદમ શાંતિથી વિકેટ બચાવી ને ભારત ની ઇનિંગ ને સ્થિરતા આપી અને તેનો સાથ નવા સ્પિનર આર.અશ્વિને ખુબ સરસ રીતે આપ્યો (અશ્વિન એક સારો બેટ્સમેન પણ છે).

 

બ્રેટ લી

અને અંતિમ વિકેટો માં જો કઈ ખાસ નવીન લાગ્યું હોય તો આશિષભાઈ નેહરા ની બેટિંગ, આમતો નેહરાભાઈ ને ૧૦ બોલ રમતા પણ ફાંફા પડી જાય છે (એકલો નેહરા જ નહિ ભારત ના તમામ પૂંછડીયા ખેલાડી) તેણે પુરા ૨૪ બોલ માં ૧૯ રન બનાવી ને સારો ફાળો આપ્યો. બ્રેટ લીએ ૩ વિકેટ લઇ ને સાબિત કરી આપ્યું કે તે હજી મેચ-વિનર બોલર છે.

આમ તો બેંગ્લોર ની પીચ સ્પિનર માટે જ બનાવવા માં આવી હતી અને તેના કારણે જ પહેલી ઇનિંગ માં ૨૧૪ જેટલો ઓછો સ્કોર થયો.
હવે સમય હતો ભારત માટે કૈક કરી બતાવવાનો કે આપના બોલરો પણ ફોર્મ માં છે અને જો બેટ્સમેન ના ચાલે તો બોલિંગ થી પણ મેચ જીતાવી શકે છે.

 

રિકી પોન્ટિંગ

ઓસ્ટ્રેલિયા ની શરૂઆત ખુબ સરસ હતી ઓપનીંગ બેટ્સમેન વોટસન અને કીપર પેઇને સારી પાર્ટનરશીપ કરી અને સાથે પોન્ટિંગ પણ એક છેડા પર ઉભો હતો પણ ભારત તરફ આ મેચ ત્યારે વળી જયારે ધોનીએ સ્પિનર પીયુષ ચાવલા ને ઓવર આપી ચાવલા એ ફટાફટ ૩ વિકેટ લેતા હવે ઓસ્ટ્રેલિયા ની હાલત થોડી બગડી અને ભારત ને આશા નું કિરણ દેખાયું.

 

પીયુષ ચાવલા

પછી તો સતત સ્પિનરો નો મારો ચાલુ રહ્યો અશ્વિન,ચાવલા,અને યુવરાજ ની બોલિંગ સામે ઓસ્ટ્રેલિયા ના રન આગળ વધી નહોતા શકતા અને ત્યાં જ હરભજને પોન્ટિંગ ને આઉટ કરતા હવે ભારત ની જીત નિશ્વિત લગતી હતી અને છેલ્લે ૧૭૬ માં તો ઓસ્ટ્રેલિયા સમેટાઈ જતા ભારત ની જીત નો શુભારંભ થયો.
આશા રાખીએ કે ભારત હવે ખાલી ટોસ જીતવા,સેહવાગ અને યુસુફ પર આધાર ના રાખતા એક સારી ટીમ ની રીતે રમે તો જ આ વર્લ્ડકપ જીતી શકાશે.
ચાવલા,અશ્વિન અને હરભજન માંથી ક્યાં ૨ સ્પિનર ને રમાડવા તે સિલેક્ટરો માટે જરા અઘરું બનશે.

Image:- Cricinfo