માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

Posts Tagged ‘યુવરાજ

વિજયી શરૂઆત

leave a comment »

મિત્રો વર્લ્ડકપ ની સાથે સાથે થોડું કામ પણ વધારે આવી ગયું હતું કંપની માં એટલે હમણા પોસ્ટ લખવાનો સમય નહોતો મળ્યો, આજે ઓસ્ટ્રેલીયા અને ઝીમ્બાબ્વે ની મેચ પત્યા પછી થયું કે ચાલ ને હવે એક પોસ્ટ લખી જ નાખીએ. ક્રિકેટ રસિક ખરા ને એટલે પોસ્ટ લખ્યા વગર ના ચાલે.
સૌ પ્રથમ તો ભારત-બાંગ્લાદેશ ની મેચ માં ભારતે વિજયી પ્રારંભ કર્યો અને તેમાં પણ સેહવાગ ની વિસ્ફોટક બેટિંગ અને સાથે કોહલી નો સંગાથ, આમ જોવા જઈએ તો પ્રથમ મેચ માં બેટિંગ ક્ષેત્રે ખુબ સરસ દેખાવ રહ્યો ભારત નો અને બોલિંગ માં થોડી જલ્દી વિકેટો પાડવા માં સફળતા નહોતી મળી પણ પછી સ્પિનરો દ્વારા સારી બોલિંગ થી ભારત આ મેચ જીતી તો ગયું. શ્રીસંથ ની બોલિંગ માં કાઈ ખાસ દમ જણાતો નહોતો એવું લાગે છે તેની જગ્યાએ આશિષ નેહરા અથવા વધારે એક સ્પિનર ચાવલા કે અશ્વિન ને રમાડવા જોઈએ. અને હજી એક મુંઝવતો પ્રશ્ન એ પણ હશે કે યુવરાજ, રૈના અને કોહલી માંથી ક્યાં બે ખેલાડી ને રમાડવા. 😦

બીજી મેચ ન્યુઝીલેન્ડ-કેન્યા તો એક તરફી જ થઇ ગઈ હતી કેન્યા ને સસ્તા માં ઓલ-આઉટ કરી ને ન્યુઝીલેન્ડે દસ વિકેટે વિજય મેળવ્યો, ઓરમ અને સાઉથી અસરકારક બોલર રહ્યા. અફસોસ કે ન્યુઝીલેન્ડ નો પહેલો દાવ નહોતો નહીતર મેક્યુલુંમ ની રમઝટ જોવા મળેત. 😆

ત્રીજી મેચ શ્રીલંકા-કેનેડા ફરી એક વાર રન ના ખડકલાવાળી બની પહેલી બેટિંગ માં જયવર્ધને ની સદી , દિલશાન અને સંગક્કારા ની અડધી સદી અને પછી બોલિંગ માં કુલાસેકરા અને પરેરા ના તરખાટ સામે કેનેડા ની ટીમ પડી ભાંગી હતી. આ વર્લ્ડકપ માટે શ્રીલંકા ની ટીમ ને અવગણી ના શકાય અને તેમાં પર સેમી-ફાઈનલ માં ઘર-આંગણા નું મેદાન એટલે આ ટીમ ભારે પડી શકે તેમ છે.

આજની ચોથી મેચ ઓસ્ટ્રેલીયા-ઝીમ્બાબ્વે આગળ ની ત્રણ કરતા થોડી સારી કહી શકાય કેમકે ઝીમ્બાબ્વે જેવી ટીમે સતત ત્રણ વખત ના વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલીયા ને એક નાના સ્કોર સુધી સીમિત રાખ્યું, ઓસ્ટ્રેલીયા ની બેટિંગ લાઈન માઈક હસ્સી વગર નબળી પડતી હોય તેમ જણાય છે પણ ઓસ્ટ્રેલીયા નું કાઈ ના કહી શકાય, ઝીમ્બાબ્વે ના બેટ્સમેનો દ્વારા પણ સારી લડત મળતા આ મેચ થોડી લાંબી ચાલી પણ આખરે જોહ્ન્સન ની વેધક બોલિંગ સામે કેટલુક રમે…. આગળ જતા ઝીમ્બાબ્વે ની ટીમ અપસેટ કરી શકે છે.

રોમાંચક મેચ:- ભારત-સાઉથ આફ્રિકા 2nd વન-ડે

with 10 comments

હવે ક્રિકેટ વર્લ્ડકપ આડે થોડા જ દિવસો રહ્યા છે અને ભારત-આફ્રિકા ની આ સીરીઝ પણ ખરેખર ભારતીય ટીમ કેટલી પાણી માં છે તે માપવા માટે જરૂરી છે. (બાકી પાણીમાં  બેસી જવા માટે તો ભારતીય ક્રિકેટ ટીમ માહિર છે’જ). એટલે તો વર્લ્ડકપ ની જાહેરાત માં પણ જયારે દરેક દેશ ના કેપ્ટન દોરી પર ચાલી રહ્યા હોય છે ત્યારે ભારત ના કેપ્તાન્વ ધોની ને નીચે પડી જતો બતાવે છે અને ફરી તે સાંભળી ને દોરી પર ચાલવાનું  શરૂ કરે છે. 😛 (એજ રીતે ભારત ની ટીમ ક્યારે પત્તા ના મહેલ ની માફક પડી ભાંગે તે કહી ના શકાય). આ પોસ્ટ એ ભારત ની ગઈકાલ ની મેચ નું પોસ્ટમોર્ટમ છે.

બસ કૈક આવુજ ગઈકાલ ની મેચ માં હતું, પ્રથમ તો સેહવાગ અને ગંભીર વિના એકદમ જ ભંગાર અને સામેવાળી ટીમનો કોન્ફીડંસ એકદમ ઉપર આવી જાય તેવી ઓપનીંગ શરૂઆત. છેલ્લા ઘણા સમય થી મુરલી વિજય નો દેખાવ કઈ ખાસ રહ્યો નથી ત્યારે રોબીન ઉથ્થપા ને તો ૧૫ ખેલાડી માં પણ સ્થાન અપાતા નથી અને મનીષ પાંડે જેવા બેટ્સમેન ને પણ નજર-અંદાજ કરે છે.

સોત્સોબે,સ્ટેન અને મોર્કલ જેવા ઝડપી બોલરો સામે ભારતીય બેટ્સમેનો રીતસર સંઘર્ષ કરી રહ્યા હતા, આતો સારું થયું કે યુવરાજ અને ધોની એ ડૂબતી નાવડી ને થોડી ઘણી સાંભળી અને ૧૯૦ જેટલા સ્કોર પર પહોચાડ્યું.આમતો એટલા નાના સ્કોર ના કરને મેચ માંથી રસ તો ઉડી જ ગયો હતો છતાં પીચ નો બોલર ને સારો સપોર્ટ હોવાથી આશા હતી કે અપના ઝહિર,મુનાફ,નેહરા કૈક ઉકાળે તો સારું.

આફ્રિકા ની બેટિંગ ની શરૂ શરૂ માં મુનાફ પટેલે વન-ડે માં સૌથી વધારે એવરેજ ધરાવતા હાશિમ અમલા ને પેવેલિયન ભેગા કરતા થોડી ટક્કર આપીશું તેવા અણસાર આપ્યા. અને ત્યાર બાદ ઇન્ગ્રામ,ડી વિલીયર્સ,ડુમીની સમયાંતરે આઉટ થતા એવું લાગતું હતું કે હજી ભારત પાસે તક છે મેચ જીતવા માટે જયારે સામેની બાજુ સ્ફોટક સ્મિથ ને એક પાર્ટનર ની જરૂર હતી જે તેને મિલર દ્વારા મળતા હવે ચિંતાજનક સ્થિતિ ભારતીય ટીમ તરફ આવી. અને ફરી સ્મિથ,મિલર અને બોથા ટૂંકા ગાળા માં આઉટ થતા નાટકીય રીતે રમત માં ભારત નું પલ્લું ભારે થયું અને હવે જ ખરાખરી નો જંગ ચાલુ થવાનો હતો.

સમય હતો બોલર ની કસોટી નો કેમ’કે ભારત નાં પૂંછડીયા ૪ બેટ્સમેન તો હંમેશા ફટાફટ પાછા આવી જતા હોય છે તો આજે તેમને આફ્રિકા ના આ ૪ બેટ્સમેનો ને ૨૭ રન પહેલા આઉટ કરવાના હતા ઓવર ઘણી બાકી હોવાથી થોડું એવું લાગતું હતું કે જીત અઘરી છે અને તેમાં પણ અંડર-૧૯ ટીમ ના કેપ્ટન રહી ચુકેલા પાર્નેલ ની ધીમી અને સાવધાની પૂર્વક ની રમત ભારત ને ભારે પડી રહી હતી. અને આફ્રિકા નો હાથ મેચ માં ઉપર હતો પણ મુરલી-યુવરાજ ના એક ખુબ સરસ રન-આઉટ થી ભારતની ટીમ માં ફરી આશા નું કિરણ ઉગ્યું અને સાથે ઝહિર ની એકદમ ધારદાર બોલિંગથી રન અને બોલ વચ્ચે નો ફરક ઘટતો જતો હતો પણ ભારતીય ટીમ નું મુખ્ય ધ્યેય વિકેટ જ હતું. અને એકદમ હૃદય ના ધબકારા ચૂકવી દે તેવી પળો માં અંતિમ ઓવર મુનાફ પટેલ ના ભાગે આવી, સાચું કહું તો મને તો મુનાફ પર સહેજ પણ ભરોસો નહોતો કે તે કૈક કરી બતાવશે. પણ ૪૨ મી ઓવર માં મોર્કલ આઉટ થયો અને હવે પાર્નેલ સ્ટ્રાઈક પર હતો અને રન તો વળી ૧ જ બાકી હતો. મને થયું કે “ના કરે નારાયણ અને કરે સત્યનારાયણ” જો એક સારો બોલ મુનાફ ફેકી દે તો પછીની ઓવર માં ઝહિર પણ સોત્સોબે ને આઉટ કરી શકે. પણ સત્યનારાયણે થોડી વધારે કૃપા કરી અને મુનાફ ની ઓવર ના અંતિમ બોલ પર પર યુવરાજે એક જબરદસ્ત કહી શકાય તેવો કેચ પકડી ને જબરદસ્ત થી પણ જબરદસ્ત કહી શકાય તેવી રોમાંચક જીત અપાવી.(ઘણા સમય પછી યુવરાજે કોઈ સારો કેચ પકડ્યો).

 

મેન ઓફ ધ મેચ:- મુનાફ પટેલ. (ફોટો:-ક્રિકઇન્ફો)

આ સાથેજ હવે સીરીઝ ૧ -૧ થી લેવલ થઇ ગઈ છે. શું લાગે છે તમને  આ વખતે વર્લ્ડકપ માટેની દાવેદાર ટીમ કઈ છે? તમારી ફેવરીટ ટીમ કઈ છે?
નોંધ:- ખરેખર હાર્ટ-એટેક ના દર્દીએ તો ભારત ની મેચ ના જોવી જોઈએ. 😉