માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

Posts Tagged ‘ચાવલા

વિજયી શરૂઆત

leave a comment »

મિત્રો વર્લ્ડકપ ની સાથે સાથે થોડું કામ પણ વધારે આવી ગયું હતું કંપની માં એટલે હમણા પોસ્ટ લખવાનો સમય નહોતો મળ્યો, આજે ઓસ્ટ્રેલીયા અને ઝીમ્બાબ્વે ની મેચ પત્યા પછી થયું કે ચાલ ને હવે એક પોસ્ટ લખી જ નાખીએ. ક્રિકેટ રસિક ખરા ને એટલે પોસ્ટ લખ્યા વગર ના ચાલે.
સૌ પ્રથમ તો ભારત-બાંગ્લાદેશ ની મેચ માં ભારતે વિજયી પ્રારંભ કર્યો અને તેમાં પણ સેહવાગ ની વિસ્ફોટક બેટિંગ અને સાથે કોહલી નો સંગાથ, આમ જોવા જઈએ તો પ્રથમ મેચ માં બેટિંગ ક્ષેત્રે ખુબ સરસ દેખાવ રહ્યો ભારત નો અને બોલિંગ માં થોડી જલ્દી વિકેટો પાડવા માં સફળતા નહોતી મળી પણ પછી સ્પિનરો દ્વારા સારી બોલિંગ થી ભારત આ મેચ જીતી તો ગયું. શ્રીસંથ ની બોલિંગ માં કાઈ ખાસ દમ જણાતો નહોતો એવું લાગે છે તેની જગ્યાએ આશિષ નેહરા અથવા વધારે એક સ્પિનર ચાવલા કે અશ્વિન ને રમાડવા જોઈએ. અને હજી એક મુંઝવતો પ્રશ્ન એ પણ હશે કે યુવરાજ, રૈના અને કોહલી માંથી ક્યાં બે ખેલાડી ને રમાડવા. 😦

બીજી મેચ ન્યુઝીલેન્ડ-કેન્યા તો એક તરફી જ થઇ ગઈ હતી કેન્યા ને સસ્તા માં ઓલ-આઉટ કરી ને ન્યુઝીલેન્ડે દસ વિકેટે વિજય મેળવ્યો, ઓરમ અને સાઉથી અસરકારક બોલર રહ્યા. અફસોસ કે ન્યુઝીલેન્ડ નો પહેલો દાવ નહોતો નહીતર મેક્યુલુંમ ની રમઝટ જોવા મળેત. 😆

ત્રીજી મેચ શ્રીલંકા-કેનેડા ફરી એક વાર રન ના ખડકલાવાળી બની પહેલી બેટિંગ માં જયવર્ધને ની સદી , દિલશાન અને સંગક્કારા ની અડધી સદી અને પછી બોલિંગ માં કુલાસેકરા અને પરેરા ના તરખાટ સામે કેનેડા ની ટીમ પડી ભાંગી હતી. આ વર્લ્ડકપ માટે શ્રીલંકા ની ટીમ ને અવગણી ના શકાય અને તેમાં પર સેમી-ફાઈનલ માં ઘર-આંગણા નું મેદાન એટલે આ ટીમ ભારે પડી શકે તેમ છે.

આજની ચોથી મેચ ઓસ્ટ્રેલીયા-ઝીમ્બાબ્વે આગળ ની ત્રણ કરતા થોડી સારી કહી શકાય કેમકે ઝીમ્બાબ્વે જેવી ટીમે સતત ત્રણ વખત ના વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલીયા ને એક નાના સ્કોર સુધી સીમિત રાખ્યું, ઓસ્ટ્રેલીયા ની બેટિંગ લાઈન માઈક હસ્સી વગર નબળી પડતી હોય તેમ જણાય છે પણ ઓસ્ટ્રેલીયા નું કાઈ ના કહી શકાય, ઝીમ્બાબ્વે ના બેટ્સમેનો દ્વારા પણ સારી લડત મળતા આ મેચ થોડી લાંબી ચાલી પણ આખરે જોહ્ન્સન ની વેધક બોલિંગ સામે કેટલુક રમે…. આગળ જતા ઝીમ્બાબ્વે ની ટીમ અપસેટ કરી શકે છે.