માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

શુભારંભ

with 10 comments

હવે ક્રિકેટ વર્લ્ડકપ આડે ફક્ત ૫ દિવસ બાકી રહ્યા છે અને વોર્મ-અપ મેચ તો શરુ પણ થઇ ગઈ છે. ચારેબાજુ હવે ક્રિકેટ-ક્રિકેટ થઇ જવાનું છે અને ગઈ કાલે ભારત-ઓસ્ટ્રેલિયા ની વોર્મ-અપ મેચ માં ભારતે જીતવાના શ્રીગણેશ પણ કરી દીધા અને સાથે સાથે એ પણ સાબિત કરી આપ્યું કે ભારત એમ આસાની થી જીતી જવામાં નથી માનતું તમને દરેક મેચ માં દિલધડક વળાંક જોવા મળશે.

 

સેહવાગ ૫૦ રન કર્યા બાદ

ગઈ કાલ ની મેચ માં શરૂઆત તો ઠીક ઠીક કહી શકાય તેમ રહી અને જેનાથી આજે ક્રિકેટ રમતા દરેક દેશ ફફડી જાય છે તે વીરેન્દ્ર સેહવાગ અને વિરાટ કોહલી દ્વારા થોડી સારી પાર્ટનરશીપ થી સારી સ્થિતિ માં આવ્યું.
ત્યાર બાદ તો જાને “હીટ” સ્પ્રે થી વંદા મારતા હોય તેમ ફટાફટ વિકેટો ઉડવા લાગી અને લાગ્યું કે હવે ભારતે ભોપાળું વાળ્યું અને ૨-૩ મિત્રો ના તો SMS પણ આવી ગયા કે ઓસ્ટ્રેલિયા એ ભારત ના ભૂંડા-હાલ કર્યા છે.
ફરી એક વાર યુસુફ પઠાણે મેચ પોતાના હાથ માં લીધી પણ આ વખતે તેનો દેખાવ અલગ હતો તડાફડી ને બદલે એકદમ શાંતિથી વિકેટ બચાવી ને ભારત ની ઇનિંગ ને સ્થિરતા આપી અને તેનો સાથ નવા સ્પિનર આર.અશ્વિને ખુબ સરસ રીતે આપ્યો (અશ્વિન એક સારો બેટ્સમેન પણ છે).

 

બ્રેટ લી

અને અંતિમ વિકેટો માં જો કઈ ખાસ નવીન લાગ્યું હોય તો આશિષભાઈ નેહરા ની બેટિંગ, આમતો નેહરાભાઈ ને ૧૦ બોલ રમતા પણ ફાંફા પડી જાય છે (એકલો નેહરા જ નહિ ભારત ના તમામ પૂંછડીયા ખેલાડી) તેણે પુરા ૨૪ બોલ માં ૧૯ રન બનાવી ને સારો ફાળો આપ્યો. બ્રેટ લીએ ૩ વિકેટ લઇ ને સાબિત કરી આપ્યું કે તે હજી મેચ-વિનર બોલર છે.

આમ તો બેંગ્લોર ની પીચ સ્પિનર માટે જ બનાવવા માં આવી હતી અને તેના કારણે જ પહેલી ઇનિંગ માં ૨૧૪ જેટલો ઓછો સ્કોર થયો.
હવે સમય હતો ભારત માટે કૈક કરી બતાવવાનો કે આપના બોલરો પણ ફોર્મ માં છે અને જો બેટ્સમેન ના ચાલે તો બોલિંગ થી પણ મેચ જીતાવી શકે છે.

 

રિકી પોન્ટિંગ

ઓસ્ટ્રેલિયા ની શરૂઆત ખુબ સરસ હતી ઓપનીંગ બેટ્સમેન વોટસન અને કીપર પેઇને સારી પાર્ટનરશીપ કરી અને સાથે પોન્ટિંગ પણ એક છેડા પર ઉભો હતો પણ ભારત તરફ આ મેચ ત્યારે વળી જયારે ધોનીએ સ્પિનર પીયુષ ચાવલા ને ઓવર આપી ચાવલા એ ફટાફટ ૩ વિકેટ લેતા હવે ઓસ્ટ્રેલિયા ની હાલત થોડી બગડી અને ભારત ને આશા નું કિરણ દેખાયું.

 

પીયુષ ચાવલા

પછી તો સતત સ્પિનરો નો મારો ચાલુ રહ્યો અશ્વિન,ચાવલા,અને યુવરાજ ની બોલિંગ સામે ઓસ્ટ્રેલિયા ના રન આગળ વધી નહોતા શકતા અને ત્યાં જ હરભજને પોન્ટિંગ ને આઉટ કરતા હવે ભારત ની જીત નિશ્વિત લગતી હતી અને છેલ્લે ૧૭૬ માં તો ઓસ્ટ્રેલિયા સમેટાઈ જતા ભારત ની જીત નો શુભારંભ થયો.
આશા રાખીએ કે ભારત હવે ખાલી ટોસ જીતવા,સેહવાગ અને યુસુફ પર આધાર ના રાખતા એક સારી ટીમ ની રીતે રમે તો જ આ વર્લ્ડકપ જીતી શકાશે.
ચાવલા,અશ્વિન અને હરભજન માંથી ક્યાં ૨ સ્પિનર ને રમાડવા તે સિલેક્ટરો માટે જરા અઘરું બનશે.

Image:- Cricinfo

10 Responses

Subscribe to comments with RSS.

  1. શ્રી હર્ષદભાઈ/માધવભાઈ,

    મેચ તો ના જોઈ પણ આંખે દેખ્યો અહેવાલ વાંચી મેચ જોયાનો આનંદ મેળવી લીધો.

    આમેય કોમેન્ટ્રી વાળા ઇંગ્લીશમાં જ બોલે આપનો ગજ વાગે નહી એટલે માધવભાઈ ના

    બ્લોગમાં શુદ્ધ ગુજરાતીમાં વાંચી હર્ષદ/માધવ /ગોવિંદ/ બોલ કરી નાખ્યું.

    પરાર્થે સમર્પણ

    ફેબ્રુવારી 14, 2011 at 7:38 એ એમ (am)

  2. શ્વાસ અધ્ધર કરી નાખે તેવી મેચ હતી…

    તપન પટેલ

    ફેબ્રુવારી 14, 2011 at 9:36 એ એમ (am)

  3. માધવભાઈ,

    પરદેશમાં રહીને અમને ગુજરાતી ભાષામાં જે મેચની છણાવટ વાંચવા આપના તરફથી મળી તે માટે આભાર !

  4. સરસ
    ક્રિકેટ છેલ્લા બોલ સુધી રમતને અને જોનારને પકડી રાખે છે

    praheladprajapati

    ફેબ્રુવારી 14, 2011 at 4:09 પી એમ(pm)

    • શ્રી પ્રહલાદકાકા,
      પ્રતિભાવ બદલ આભાર, ખરેખર ક્રિકેટ માં તો બાજી ક્યારે પલટાઈ જાય તે કઈ ના કેહવાય. ઘડીક માં આ બાજુ તો થોડી વાર પછી પેલી બાજુ.

      Harshad / Madhav

      ફેબ્રુવારી 14, 2011 at 5:46 પી એમ(pm)

  5. માધવ,

    મને લાગે છે કે કોમેન્ટ્રી સાંભળવા કે મેચ જોવાની બદલે હું અહિયાં રેગ્યુલર તારો રીવ્યુ વાંચું તોયે…મણે અપડેટ્સ મળી જશે…બોલ હવે બોલ માટે…ટીમ માટે ટાઈમ આપી શકશે? 😉

    • ટીમ માટે ટાઈમ આપી શકાશે? — સમજાણું નહિ કાઈ.
      અરે મુર્તઝાભાઈ આતો જે થોડી મેચ જોવાનો સમય મળી જાય છે તેનો રીવ્યુ લખી નાખીએ છીએ. 😛

      Harshad / Madhav

      ફેબ્રુવારી 14, 2011 at 5:47 પી એમ(pm)


Leave a comment