માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

ખેલ મહા કુમ્ભ !!

with 13 comments

આજે રવિવાર હોવાથિ સવારે અમે બધાએ રૂમ પર નક્કિ કર્યુ કે આજે ક્રિકેટ રમવા જવુ છે.

તો ૭ વાગ્યે અમે વડોદરા મા અકોટા સ્ટેડિયમ મા પહોચી ગયા… અને રાબેતા મુજબ ખેલાડિ ભેગા કરત થોડી વાર લાગી પણ આખરે ૭.૩૦ વાગ્યે અમે રમવાનુ ચાલુ કર્યુ અને હજી તો ૮.૩૦ થયા હશે ત્યા એક ભાઇ આવ્યા અને કિધુ કે ચાલો રમવા નુ બન્ધ કરો અહિયા “ખેલ મહા કુમ્ભ” ની રેલી આવવાની છે.
ઘણી દલીલ કરવા છતા તે ભાઇ ના માન્યા અને બધા ને મેદાન માથી બહાર કાઢ્યા.

એક બાજુ રમવા નથી દેતા અને બિજી બાજુ કહે છે કે “રમશે ગુજરાત તો જીતશે ગુજરાત”

૨ કલાક ના કાર્યક્રમ મા અમારો તો આખો દિવસ બગાડ્યો.

.

.

.

Madhav

13 Responses

Subscribe to comments with RSS.

  1. આ એક લાઈકની સગવડ જબરી છે. તમારો દિવસ બગડ્યો, તો ય હું તો “લાઈક” કરું. આમાં “સિમ્પથી”નું બટન પણ હોવું જોઈએ.
    anyways, “ફરી ક્યારેક રમશે ગુજરાત, ને ફરી ક્યારેક જીતશે ગુજરાત”
    એમણે ક્યા કીધું છે કે હમણાં જીતશે ગુજરાત? પછી ક્યારેક. 🙂

    કનકવો (Jay's Blog)

    નવેમ્બર 22, 2010 at 8:09 પી એમ(pm)

  2. રમત ગમતમાં ક્રિકેટ સિવાય બીજી કોઇ રમત છે?

    Soham Desai

    નવેમ્બર 22, 2010 at 9:21 પી એમ(pm)

    • ક્યાં ખેલ મહા કુંભ ની વાત કરો છો? તો હા તેમાં તો બોઉં બધી રમતો છે. પણ અમારા માટે તો ક્રિકેટ પણ હમણા ૪-૫ દિવસ પેલા ચાલુ થાય બાકી તો બધી રમતો માંથી નિવૃત્તિ હતી.

      Madhav / Harshad

      નવેમ્બર 22, 2010 at 9:24 પી એમ(pm)

  3. અરે ક્રિકેટ તો ગમે ત્યારે રમાય પણ અત્યારે દુઃખી થયા વગર ખેલ મહાકુંભમાં ભાગ લઇ લો….
    અકોટા સ્ટેડિયમની જે વાત કરો છો ત્યાં ફી ભરીને રમો છો કે મફતમાં???
    જો મફતમાં રમતા હોતો સરકારનો હક બને છે તમને ત્યાંથી બાય બાય કેહવાનો…!!!!

    • આપણે તો ગીતાસાર માં માનીએ છીએ મફત નું લઈશ નહિ ને મળે તો મુકીશ નહિ ;)… ના ભાઈ અમે તો મફત માં રમતા હતા.. પણ વાત એમ હતી કે ફંક્શન એક નાના ભાગ માં જ પતિ જવાનું હતા તે છતાં આખું ગ્રાઉન્ડ ખાલી કરાવા માં આવ્યું.
      હશે હવે જે થયું તે. 😉

      Madhav / Harshad

      નવેમ્બર 23, 2010 at 8:51 એ એમ (am)

      • અમે પણ આવું જ કરતાં હતાં…ક્રિકેટ કે લીયે સબ કુછ કરેગા….
        હા પણ એક વાત હંમેશા યાદ રાખજો…સરકારી ફંક્શન હોય એટલે તમારો આખો દિવસ બગડે જ…..૧૦૦ % બગડે…
        પણ ગલી ક્રિકેટ રમી લેવુંતુ ને…..

      • હા છેલ્લે અમે ગલી ક્રિકેટ તો નહિ પણ ઇન્ડોર ક્રિકેટ રમી લીધું ઘરે હોલ માં રમ્યા હતા. 🙂

        Madhav / Harshad

        નવેમ્બર 24, 2010 at 12:47 પી એમ(pm)

  4. Me pan Bhag lidho che aama.

    Manoj

    ડિસેમ્બર 3, 2010 at 4:06 પી એમ(pm)

  5. આવા તો હજી બૌ ગુજરાત આવના…
    વાંચે ગુજરાતી થી ચાલુ થઇ ખેલે ગુજરાત અને હવે નવું સ્વછતા અભિયાન માં સાફ કરશે ગુજરાત આવશે પછી આવે છે ઉતરાયણ તો આવશે ઉડાડશે ગુજરાત…..
    હવે ગુજરાત ના લોકો ને આનાથી ટેવાવું પડશે અને આના વિષે વધુ જાણવું હોય તો મારા જેવા કોઈ બીજા પ્રાથમિક શિક્ષકની મુલાકાત લેજો તમને બધા ગુજરાત વિષે જાણવા મળશે…

    તપન પટેલ

    ડિસેમ્બર 3, 2010 at 9:34 પી એમ(pm)

    • તપનભાઇ બ્લોગ ની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર….
      હવે આવનારા ગુજરાત ની માહિતી બને તો તમારા SMS ગ્રુપ માં તેની માહિતી આપતા રેહશો. 😉

      ફરી પધારજો.

      Madhav / Harshad

      ડિસેમ્બર 3, 2010 at 9:39 પી એમ(pm)

  6. હા જરૂરથી……

    તપન પટેલ

    ડિસેમ્બર 3, 2010 at 9:51 પી એમ(pm)


Leave a reply to Madhav / Harshad જવાબ રદ કરો