માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

ધોની ની ધમાલ

with 2 comments

ગઈકાલે ભારત ની બીજી વોર્મ-અપ મેચ ન્યુઝીલેન્ડ સામે હતી ચેન્નાઈ નું ચેપોક સ્ટેડીયમ એકદમ ખીચોખીચ ભરેલું હતું અને ફરી એકવાર ભારત ના કપ્તાન ધોનીએ ટોસ જીતી ને બેટિંગ લેવાનું નક્કી કર્યું.
ઓપનીંગ માં સેહવાગ-સચિન ની જોડી હતી, શરૂઆત માધ્યમ કહી શકાય તેમ હતી હજી તો ૫૦ રન પણ નહોતા થયા ત્યાં સચિન અને સેહવાગ બંને આઉટ થઇ ગયા હવે ફરી એકવાર મિડલ-ઓર્ડર ને સંભાળવા નો સમય આવ્યો. અને આ વખતે ફરી એજ જોડી જેણે આગળની ન્યુઝીલેન્ડ સામેની સીરીઝ માં સારી ભાગીદારી દ્વારા રન બનાવ્યા હતા તે ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી ની આક્રમકતા સાથે સમજદારીપૂર્વક ની રમત ને કારણે જયારે કોહલી ૫૯ રન બનાવી ને આઉટ થયો ત્યારે ભારત વિનિંગ સીટ પર આવી ગયું હોય તેમ લાગતું હતું.

વિરાટ કોહલી

ગૌતમ ગંભીર

ત્યારબાદ ગંભીર અને ધોની ની જોડી જામી પડી અને ધોની તો આવતાની સાથે જ આજે કઈક કરી બતાવાના મૂડ માં હોય તેમ લાગતું હતું. ઘણા સમય થી પીચ પર ઉભેલો ગંભીર ત્યારબાદ ૮૯ રન બનાવી ને આઉટ થયો.
હવે આવ્યો વારો સુરેશ રૈના નો જેણે ધોની સાથે જોડી જમાંવાની હતી અને ઓવરો ઓછી બચી હતી એટલે આ સમય હતો મારા-મારી નો,ચોક્કા છક્કા ના વરસાદ નો અને તેની શરૂઆત પણ થઇ ધોનીએ વૂડકોક ની એક ઓવર માં ત્રણ ચોક્કા માર્યા અને ત્યારબાદ રૈનાએ પણ એક ચોક્કો મારી પડતા પર પાટું મારે તેમ વૂડકોક ની એવરેજ બગાડી નાખી.
અને ત્યારબાદ તરત જ બીજી ઓવર માં જેકોબ ઓરમ ની ઓવર માં રૈનાએ ત્રણ સિક્સર ફટકારતા હવે એ વાત નિશ્વિત થઇ ગઈ કે રન નો ખડકલો ઉંચો ને ઉંચો જવાનો છે.

 

સુરેશ રૈના

અને જયારે રૈના આઉટ થયો ત્યારે તો ભારત ની સ્થિતિ ઘણી સારી બની ગઈ હતી.
અને ત્યારબાદ બેટિંગ માં આવેલા યુસુફભાઈ માટે ફક્ત 2 ઓવર બાકી હતી.
ખાસ માણવાલાયક હોય તો આજકાલ યુસુફભાઈ નો જમાનો આવ્યો છે અને જે બેનર “બૂમ બૂમ અફ્રીદી” પાકિસ્તાન ના વિસ્ફોટક બેટ્સમેન શાહિદ અફ્રીદી માટે  વપરાતું તે બદલી ને “બૂમ બૂમ યુસુફ” જોવા મળતા હતા અને ધોની ના દરેક શોટ પર પબ્લિક નો દેકારો આ બંને વસ્તુએ મેચ ને રોમાંચક બનાવી હતી.

 

ધોની

૫૦ ઓવર ના અંતે ભારતે ૩૬૦ નો જંગી સ્કોર બનાવ્યો તેમાં ધોની ના અણનમ ૧૦૮ રન મુખ્ય હતા.
હવે ફરી એક વાર ભારત ની બોલિંગ નો વારો અને આ વખતે અગલી મેચ કરતા તદ્દન ઉલટી પરિસ્થિતિ હતી અગલી મેચ માં એક નાના સ્કોર ને
પાર પાડતો અટકાવવાનો હતો તો આ વખતે આરામ થી બોલિંગ કરી શકાય તેમ હતું.
ન્યુઝીલેન્ડ ની શરૂઆત ખુબ જ સારી કહી શકાય તેમ હતી ગુપટીલ અને બ્રાન્ડોન મેક્ક્યુલુંમ સારી એવી ભાગીદારી બનાવી રહ્યા હતા અને આપણા ફાસ્ટ બોલરો શ્રીસંથ,નેહરા અને મુનાફ પટેલ નો કાઈ ગજ વાગતો નહોતો અને જરૂર હતી વિકેટ ની.

 

બ્રાન્ડોન મેક્કુલુંમ

હવે ધોની ને પણ સ્પિનર ને ઓવર આપવી પડે તેમ હતી અને વિકેટ ની શરૂઆત કરાવી આર.અશ્વિને માર્ટીન ગુપટીલ ને આઉટ કરીને. પછી તો રૈના દ્વારા એક સીધા થ્રો માં મેક્ક્યુલુંમ આઉટ થયો અને ત્યાર બાદ ચાવલા, યુવરાજ ના સ્પીન અને હરભજનના દુસરા ના તરખાટ સામે ન્યુઝીલેન્ડ ની ટીમ પડી ભાંગી. બ્રાન્ડોન મેક્ક્યુલુંમ ના ભાઈ નાથન મેક્ક્યુલુંમે ૨૯ રન બનાવી થોડી લડત આપવાની કોશિશ કરેલી પણ નેહરાએ વૂડકોક અને મિલ્સ ને વારાફરતી બે ઓવર  બોલ્ડ કરી ને ભારત ને ૧૧૭ રન થી જીત અપાવી.

 

અશ્વિન


અત્યારે તો પ્રેક્ટીસ મેચ હોવાથી ૧૫ ખેલાડી ને એક મેચ માં રમવાનો મોકો મળે છે પણ હવે પછી ના રાઉન્ડ માં દરેક દેશે એક સંતુલિત ટીમ બનાવી ને ઉતારવી પડશે જેના માટે બેટ્સમેન,ઓલ-રાઉન્ડર,બોલર ને યોગ્ય રીતે પસંદ કરવા પડશે.
તમારા અંદાજ મુજબ ભારત ની અંતિમ ૧૧ માં ક્યાં ક્યાં ખેલાડીઓ હોવા જોઈએ?

Written by Harshad / Madhav

ફેબ્રુવારી 16, 2011 at 8:32 પી એમ(pm)

Posted in અનાથ

વર્લ્ડકપ અને જાહેરાત

with 4 comments

વર્લ્ડકપ આવે એટલે એડ એજન્સીવાળાઓ ને પણ સારું એવું કામ નીકળી આવે અને તેમાં પણ હરીફાઈ જામી પડે છે કે કોની જાહેરાત માં વધારે દમ હોય અને પ્રેક્ષકો ને પસંદ પણ આવે. ગયા વર્ષે યાદ હોય તો વોડાફોન ના ઝૂ ઝૂ એ માર્કેટ જમાવેલું.


આ વખતે પણ વર્લ્ડકપ ઘણી બધી કંપનીઓ ની નવી નવી મનોરંજક જાહેરાત જોવા મળશે. અને તેની શરૂઆત પેપ્સીવાળાએ તો કરી પણ દીધી છે. અલગ અલગ ખેલાડીઓ ના ટ્રેડમાર્ક શોટ અથવા બોલિંગ ખાસિયતો ને તેમને એક અલગ સ્વરૂપ માં રજુ કરી છે.
1)સૌ પ્રથમ તો ભારત ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જેના કારણે બહુત લોકપ્રિય થયો હતો તેવા હેલીકોપ્ટર શોટ ની જાહેરાત. (અત્યારે તો ક્યારેક ક્યારેક જ આ શોટ જોવા મળે છે, આશા રાખીએ કે ધોની આ વખતે આવા શોટ થી ધમાલ મચાવે.)

2)ત્યાર બાદ અમિતાભ જેવા એન્ગ્રી યંગમેન હરભજનસિંહ જેમાં પાવરધો છે તેવો દુસરા બોલ ની જાહેરાત. (આ વખતે પહેલીજ વાર માં જો દુસરા કામ લાગી ગયા તો આપનું કામ થઇ ગયું સમજો.)

3)અને હવે ઇંગ્લેન્ડ ના બેટ્સમેન કેવિન પીટરસન જે બેટિંગ સ્ટાઈલ ફેરવવા ને કારણે વિવાદ માં આવ્યો હતો તેની જાહેરાત પલ્ટી હીટ.(ભારત બધા દેશો ને પલ્ટી મરાવીને વર્લ્ડકપ જીતી લાવે તેવી શુભેશ્છા)


શુભારંભ

with 10 comments

હવે ક્રિકેટ વર્લ્ડકપ આડે ફક્ત ૫ દિવસ બાકી રહ્યા છે અને વોર્મ-અપ મેચ તો શરુ પણ થઇ ગઈ છે. ચારેબાજુ હવે ક્રિકેટ-ક્રિકેટ થઇ જવાનું છે અને ગઈ કાલે ભારત-ઓસ્ટ્રેલિયા ની વોર્મ-અપ મેચ માં ભારતે જીતવાના શ્રીગણેશ પણ કરી દીધા અને સાથે સાથે એ પણ સાબિત કરી આપ્યું કે ભારત એમ આસાની થી જીતી જવામાં નથી માનતું તમને દરેક મેચ માં દિલધડક વળાંક જોવા મળશે.

 

સેહવાગ ૫૦ રન કર્યા બાદ

ગઈ કાલ ની મેચ માં શરૂઆત તો ઠીક ઠીક કહી શકાય તેમ રહી અને જેનાથી આજે ક્રિકેટ રમતા દરેક દેશ ફફડી જાય છે તે વીરેન્દ્ર સેહવાગ અને વિરાટ કોહલી દ્વારા થોડી સારી પાર્ટનરશીપ થી સારી સ્થિતિ માં આવ્યું.
ત્યાર બાદ તો જાને “હીટ” સ્પ્રે થી વંદા મારતા હોય તેમ ફટાફટ વિકેટો ઉડવા લાગી અને લાગ્યું કે હવે ભારતે ભોપાળું વાળ્યું અને ૨-૩ મિત્રો ના તો SMS પણ આવી ગયા કે ઓસ્ટ્રેલિયા એ ભારત ના ભૂંડા-હાલ કર્યા છે.
ફરી એક વાર યુસુફ પઠાણે મેચ પોતાના હાથ માં લીધી પણ આ વખતે તેનો દેખાવ અલગ હતો તડાફડી ને બદલે એકદમ શાંતિથી વિકેટ બચાવી ને ભારત ની ઇનિંગ ને સ્થિરતા આપી અને તેનો સાથ નવા સ્પિનર આર.અશ્વિને ખુબ સરસ રીતે આપ્યો (અશ્વિન એક સારો બેટ્સમેન પણ છે).

 

બ્રેટ લી

અને અંતિમ વિકેટો માં જો કઈ ખાસ નવીન લાગ્યું હોય તો આશિષભાઈ નેહરા ની બેટિંગ, આમતો નેહરાભાઈ ને ૧૦ બોલ રમતા પણ ફાંફા પડી જાય છે (એકલો નેહરા જ નહિ ભારત ના તમામ પૂંછડીયા ખેલાડી) તેણે પુરા ૨૪ બોલ માં ૧૯ રન બનાવી ને સારો ફાળો આપ્યો. બ્રેટ લીએ ૩ વિકેટ લઇ ને સાબિત કરી આપ્યું કે તે હજી મેચ-વિનર બોલર છે.

આમ તો બેંગ્લોર ની પીચ સ્પિનર માટે જ બનાવવા માં આવી હતી અને તેના કારણે જ પહેલી ઇનિંગ માં ૨૧૪ જેટલો ઓછો સ્કોર થયો.
હવે સમય હતો ભારત માટે કૈક કરી બતાવવાનો કે આપના બોલરો પણ ફોર્મ માં છે અને જો બેટ્સમેન ના ચાલે તો બોલિંગ થી પણ મેચ જીતાવી શકે છે.

 

રિકી પોન્ટિંગ

ઓસ્ટ્રેલિયા ની શરૂઆત ખુબ સરસ હતી ઓપનીંગ બેટ્સમેન વોટસન અને કીપર પેઇને સારી પાર્ટનરશીપ કરી અને સાથે પોન્ટિંગ પણ એક છેડા પર ઉભો હતો પણ ભારત તરફ આ મેચ ત્યારે વળી જયારે ધોનીએ સ્પિનર પીયુષ ચાવલા ને ઓવર આપી ચાવલા એ ફટાફટ ૩ વિકેટ લેતા હવે ઓસ્ટ્રેલિયા ની હાલત થોડી બગડી અને ભારત ને આશા નું કિરણ દેખાયું.

 

પીયુષ ચાવલા

પછી તો સતત સ્પિનરો નો મારો ચાલુ રહ્યો અશ્વિન,ચાવલા,અને યુવરાજ ની બોલિંગ સામે ઓસ્ટ્રેલિયા ના રન આગળ વધી નહોતા શકતા અને ત્યાં જ હરભજને પોન્ટિંગ ને આઉટ કરતા હવે ભારત ની જીત નિશ્વિત લગતી હતી અને છેલ્લે ૧૭૬ માં તો ઓસ્ટ્રેલિયા સમેટાઈ જતા ભારત ની જીત નો શુભારંભ થયો.
આશા રાખીએ કે ભારત હવે ખાલી ટોસ જીતવા,સેહવાગ અને યુસુફ પર આધાર ના રાખતા એક સારી ટીમ ની રીતે રમે તો જ આ વર્લ્ડકપ જીતી શકાશે.
ચાવલા,અશ્વિન અને હરભજન માંથી ક્યાં ૨ સ્પિનર ને રમાડવા તે સિલેક્ટરો માટે જરા અઘરું બનશે.

Image:- Cricinfo

આવી ક્રિકેટ ની મોસમ

with 8 comments

મિત્રો થોડા સમય પહેલા મેં એક બ્લોગ દ્વારા આ રમત ની શરૂઆત કરી હતી(ભારત-આફ્રિકા), બ્લોગ ની શરૂઆત ના દિવસો માં પ્રતિભાવો પણ સારો હતો અને ૬-૭ મિત્રોએ તેમની ટીમ પણ મોકલાવેલી પણ પછી કોઈ કારણોસર તેમાં વધારે પોસ્ટ થઇ શકાતી નહતી તેનાથી ભારત-આફ્રિકા ની પછી ની મેચ નું પરિણામ નહોતો મૂકી શક્યો તો ત્યારે થયેલી તકલીફો બદલ ક્ષમા કરશો.
પણ હવે આ વખતે જયારે ક્રિકેટ વર્ડકપ એશિયા માં જ રમાઈ રહ્યો છે અને હવે તેના આડે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મારા એક મિત્ર ને મેં આ રમત બાબતે વાત કરતા તેની સહાય થી આ ફેન્ટસી રમત ફરી થી ચાલુ કરી છે અને મને આશા છે કે આ રમત ક્રિકેટ પ્રેમીઓ ને ખુબ જ પસંદ આવશે.
તો આ રમત માં તમારે તમારી પોતાની ૧૫ ખેલાડી ની ટીમ બનાવવાની છે અને જે રીતે ખેલાડી રન બનાવશે, વિકેટ લેશે,કે પછી રન-આઉટ કે કેચ કરશે તેનાથી તમારા પોઈન્ટસ વધતા જશે બસ જેની ટીમ વધારે પોઈન્ટ્સ બનાવશે તેની ટીમ વિજેતા.
તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ચાલો ફટાફટ મુલાકાત લો આ બ્લોગ ની અને મોકલી આપો તમારી ટીમ અને કહી દો કે “Always Cricket First”


નોંધ: કોઈ ને આ રમત માં સ્વયંસેવક તરીકે સેવા આપવી હોય તો મને મેઈલ કરશો.(કામ માં તો કઈ ખાસ નથી સ્કોર અપડેટ અને થોડું મોડરેશન કરવાનું થાય.)

Written by Harshad / Madhav

ફેબ્રુવારી 10, 2011 at 6:55 એ એમ (am)